Sunday, September 19, 2021
Homeપુલવામા એન્કાઉન્ટરમાં સેનાએ LeTના 4 આતંકીઓને ઠાર કર્યા
Array

પુલવામા એન્કાઉન્ટરમાં સેનાએ LeTના 4 આતંકીઓને ઠાર કર્યા

શ્રીનગર: કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારે વહેલી સવારે થયેલા એન્કાઉન્ટરમાં સેનાએ ચાર આતંકીઓને ઠાર કર્યા છે. દરેક આતંકીઓ લશ્કર-એ-તોઈબા સાથે જોડાયેલા હતા. ઈન્ટેલિજન્સ એજન્સી પાસેથી આતંકીઓ લસ્સીપોરા વિસ્તારમાં છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારપછી સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આતંકી ઓએ પહેલા જવાનો પર ગોળી ચલાવી હતી અને ત્યારપછી જવાબી કાર્યવાહીમાં સેનાએ આતંકીઓને ઠાર કર્યા હતા.

જમ્મુ-કાશ્મીર પોલીસના એક સીનિયર અધિકારીના જણાવ્યા પ્રમાણે હજી આતંકીઓની ઓળખ થઈ શકી નથી. તેમની પાસેથી બે એકે 47 રાઈફલ, એક એસએલઆર, એક પિસ્તોલ અને ગોળા બારુદ મળી આવ્યા છે. આ પહેલાં 28 માર્ચે સીઆરપીએફ, સેના અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. 29 માર્ચે બડગામ માં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ દરમિયાન ચાર જવાન ઘાયલ થયા હતા.

14 ફેબ્રુઆરીએ જૈશના આતંકીઓએ CRPF ના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો હતો. તેમાં 40 જવાન શહીદ થઈ ગયા હતા. ત્યારપછી મોદી સરકારે ખીણ વિસ્તારમાં આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં સેનાને સંપૂર્ણ છૂટ આપી દીધી છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરીને જૈશના ઘણાં કેમ્પ તોડી પાડ્યા હતા. આ દરમિયાન 250થી વધારે આતંકીઓને ઠાર કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments