પુલવામા હુમલાથી રોષે ભરાયેલા વેપારીએ બીલમાં હેન્ડ ગ્રેનેડ છાપી આક્રોશ સાથે બદલો લેવાની માંગ કરી

0
38

સુરતઃપુલવામામાં થયેલા હિચકારા આતંકી હુમલાથી દેશભરમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુતના એક વેપારીએ પોતાની બીલબુકમાં હેન્ડગ્રેન્ડનો ફોટો છાપીને બદલો લેવાની માંગ કરી છે. પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઈક 2.0ના લખાણ અને ઈન્ડિયા વોન્ટ રિવેન્જ સાથેના લખાણવાળા બીલ વેપારીઓને આપવામાં આવશે જેથી કોઈ પણ આ હુમલાને ભુલી ન શકે.મહત્વપૂર્ણ છે કે, અગાઉ નરેન્દ્ર મોદીના ચહેરાવાળા બીલ કાપડના વેપારીઓએ છાપ્યાં હતાં.

એફએમસીજી સુરત સાઉથ ગુજરાત એસોસિએશનના પ્રમુખ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ જ્યાં સુધી બદલો ભારત દ્વારા લેવામાં નહી આવે ત્યાં સુધી આવી જ પ્રિન્ટવાળા બીલ આપવામાં આવશે. આંસુઓથી કામ નહીં ચાલે આક્રોશ જોઈશે ના મેસેજ સાથે ચિરાગ દેસાઈ અને એસોસિએશનના પ્રમુખ અને સાઉથ ગુજરાત વેપારી મંડળના ટ્રસ્ટીઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. હાલ આ બીલ એક હજાર વેપારીઓને મોકલવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here