પુલવામામાં આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તયાસ એજન્સીને હુમલાની જગ્યા પરથી એક ટીન કેનસ્ટેર મળ્યા હોવાનો દાવો કર્યો છે. જેમાં લગભગ 25થી 30 કિલોગ્રામ આરડીએક્સ ભરેલું હોવાનો અનુમાન છે. તપાસ અધિકારીઓએ જણાવ્યા અનુસાર કેનસ્ટેરને એ વાહનમાં મુકવામાં આવ્યો હતો જેનો ઉપયોગ હુમલામાં કરવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર તે આ હુમલાના પહેલાના દિવસે 15 ફેબ્રુઆરીએ એટેક સાઈડ પર ગયા હાતા જ્યાં તેને આરડીએક્સ વાળા કેનસ્ટેર મળ્યા છે. તે હુમલા કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના (CRPF) કાફલા પર કરવામાં આવ્યો હતો. જેમાં 40 જવાન શહીદ થઈ ગયા હતા.
એજન્સીને મળેલી જાણકારી અનુસાર કેનસ્ટેરનો આકાર જોઈને એવું લાગ્યું કે તેમાં લગભગ 25થી 30 કિલોગ્રામ આરડીએક્સ ભરવામાં આવ્યો હશે. હુમલા પહેલા કેનસ્ટેરને કારના અંદર મુકવામાં આવ્યો હશે.
જોકે હજુ સુધી અધિકારીઓએ આ વિશે કંઈ પણ કહેવાથી ઈનકાર કરી દીધો છે કે કેનસ્ટેરમાં જેટલો આરડીએક્સ ભરેલો હોવાનો અનુમાન છે શું હુમલામાં તેટલો જ વિસ્ફોટ ઉપયોગ કરવામાં આવ્યો હતો? એનઆઈએ અનુસાર એ તપાસ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે કે આ હુમલામાં કેટલો આરડીએક્સ અને અન્ય વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ ખુલાસો એ મારૂતિ ઈકો વાહનની ઓળખ કરવામાં આવી તેના પછીના દિવસે કરવામાં આવ્યો છે જેનો ઉપયોગ આત્મધાતી હુમલામાં કરવામાં આવ્યો હતો. આ ગાડીને વર્ષ 2011થી લઈને અત્યાર સુધી સાત વખત વેચી દેવામાં આવી છે. આજ ગાડીનો આત્મઘાતી હુમલાવર આદિલ અહમદ ડારે ઉપયોગ કર્યો હતો. વારદાત પરથી મળેલી ગાડીના અવશેષને એનઆઈએએ ફોરેન્સિક અને ઓટો મોબાઈલ વિશેષજ્ઞોને તપાસ માટે મોકલી આપાવામાં આવી છે.
તેના કારણે જ મારૂતિ ઈકો વાહનની તમામ જાણકારી મળી શકી. એનઆઈએએ જે વાહનની ઓળખ કરી તેને જૈશ-એ-મોહમ્મદના સંદિગ્ધ સજ્જાદ ભટે હુમલાના ફક્ત 10 દિવસ પહેલા ચાર દિવસ પહેલા ખરીદી હતી. સજ્જાદ અનંતનાગ જિલ્લાનો રહેવાસી છે.
એનઆઈએના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભટ્ટ જમ્મુ-કાશ્મીરના શોપિયા વિસ્તાર જિરાજ-ઉલ-ઉલૂમનો વિદ્યાર્થી હતો. જણાવવામાં આવી રહ્યું છે કે તે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં શામેલ હતો.