Sunday, November 28, 2021
Homeપુલવામા હુમલામાં જૈશના રોલને પાકિસ્તાને નકાર્યો, કહ્યું- જવાબદારી લીધી જ નથી
Array

પુલવામા હુમલામાં જૈશના રોલને પાકિસ્તાને નકાર્યો, કહ્યું- જવાબદારી લીધી જ નથી

ઈસ્લામાબાદ: પાકિસ્તાને પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના રોલને છુપાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ વિદેશી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, પુલવામા હુમલા માટે જૈશ જવાબદાર નથી. શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું છે કે, જૈશ દ્વારા આ હુમલાની જવાબદારી લેવાની વાત કહેવામાં આવી રહી છે તેથી કન્ફ્યૂઝન છે. હકીકત એ છે કે તેમણે આ હુમલાની જવાબદારી લીધી જ નથી.

કુરૈશીએ કહ્યું કે, તેમણે આ હુમલાની જવાબદારી પણ લીધી નથી, આ એક ભ્રમની સ્થિતિ છે. ભ્રમ એ છે કે, જૈશના નેતૃત્વએ આ મામલે આવું કહ્યું જ નથી. શાહ મોહમ્મદ કુરૈશીને જ્યારે એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, હુમલા પછી જૈશે જાતે જ કહ્યું હતું કે, તેઓ આ હુમલાની જવાબદારી લે છે. તેના જવાબમાં કુરૈશીએ કહ્યું કે, તેમણે કોઈ જવાબદારી લીધી નથી. આ વિશે વિરોધાભાસની સ્થિતિ છે. વિદેશી મીડિયા સાથેના એક ઈન્ટરવ્યુમાં તેમણે સંપૂર્ણરીતે જૈશને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. નોંધનીય છે કે, પુલવામા હુમલામાં 40 જવાન શહીદ થઈ ગયા હતા. આ હુમલાના તુરંત પછી જ જૈશે એક વીડિયો જાહેર કરીને હુમલાની જવાબદારી લીધી હતી.

નોંધનીય છે કે, શુક્રવારે સાંજે મોહમ્મદ કુરૈશીએ સીએનએનને આપેલા એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે, જૈશનો મુખિયા મૌલાના મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે. કુરૈશીએ કહ્યું હતું કે, મૌલાના મસૂઝ અઝહર ખૂબ બીમાર છે અને તે ઘરની બહાર પણ નીકળી શકે તેવી સ્થિતિ નથી. તેમણે કહ્યું હતું કે, જો ભારત મૌલાના મસૂદ અઝહર સામે એવા પુરાવા આપે તેને પાકિસ્તાની કોર્ટ માન્ય રાખે તો પાકિસ્તાન મસૂદ અઝહર પર કાર્યવાહી કરવા માટે તૈયાર છે.

શાહ મોહમ્મદ કુરૈશીએ બહાવલપુરમાં આવેલા મદરેસાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ભારત અને દુનિયાના અમુક દેશો તે મદરેસાને ટ્રેનિંગ કેમ્પનું નામ આપી રહ્યા છે. કુરૈશીએ કહ્યું કે, તે મદરેસામાં મીડિયાને લઈ જવામાં આવ્યા હતા અને તેમણે જે જોયુ તે દુનિયાની સામે જ છે.

કુરૈશીએ ફરી એક વાર પાકિસ્તાનના જુઠ્ઠાણાને ચલાવતા કહ્યું કે, પાકિસ્તાનમાં નવી સરકાર છે અને અમારી નીતિ નવી છે. અમે અમારી ધરતીનો ઉપયોગ આતંકી ગતીવિધિઓ માટે નહીં થવા દઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments