Sunday, September 24, 2023
Homeપુલવામા હુમલા અંગે નિવેદન આપીને ફસાયેલા સિદ્ધુને દિગ્વિજયસિંહે આપી સલાહ
Array

પુલવામા હુમલા અંગે નિવેદન આપીને ફસાયેલા સિદ્ધુને દિગ્વિજયસિંહે આપી સલાહ

- Advertisement -

નેશનલ ડેસ્ક: એક સમયે પાકિસ્તાનના સેનાપ્રમુખને ગળે લગાવાની સિદ્ધુની વાતને બચાવ કરનારા કોંગ્રેસના પીઢ દિગ્વિજયસિેંહ ફરીથી સિદ્ધુ પર ગુસ્સે થયેલા લોકોને શાંત કરવા ટિ્વટ કરીને સિદ્ધુને સલાહ આપી છે. દિગ્વિજયસિેંહે સિદ્ધુને જણાવ્યું કે આપ આપના મિત્ર ઇમરાનભાઇને સમજાવો, પુલવામા અંગે આપના નિવેદનથી જે આપને ગાળો પડી છે તેનાથી તમે બચાવે.

દિગ્વિજય સિંહની સલાહ: કોંગ્રેસના પીઢ નેતા અને ભુતપુર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને પણ સલાહ આપી છે કે આપ હાફિઝ સૈયદ અને મસૂદ અઝહર જેવા આતંકી આકાઓને ભારતને સોંપવાની હિમ્મત દેખાડો તો આપના દેશનું ભલું થશે. આપ પાકિસ્તાનને નાણાંકીય સંકટમાંથી બહાર લાવી શકશો. દિગ્વિજયે એમ પણ જણાવ્યું કે ઇમરાન તમને આવા ઉમદા કાર્ય બદલ નોબેલના શાંતિ પુરસ્કાર માટેની પંસદગીની યાદીમાં પણ આપનું નામ સામેલ કરવામા આવી શકે !

સિદ્ધુનું વિવાદાસ્પદ નિવેદન: ગુરૂવારે પુલવામા હુમલા અંગે સિદ્ધુએ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું કે ચાર-પાંચ કાયરોની આતંકવાદી હરકતોને લીધે પુરા દેશ(પાકિસ્તાન)ને દોષી ન કહી શકાય. આતંકવાદીઓને કોઇ ધર્મ કે માન્યતાઓ હોતી નથી, દુનિયામાં સારા, ખરાબ લોકો છે. જે ખરાબ લોકો છે એમને સજા ફટકારવી જોઇએ.-સિદ્ધુએ કરેલા આવા નિવેદનોથી દેશભરના લોકોનો તેના પર ભડક્યા હતા અને ભાજપે પણ તેની માનસિકતા અંગે મોટો પ્રશ્ન કર્યો હતો. લોકોના ઉગ્ર વિરોધને લઇને ટેલિવિઝન સિરિયલ ‘ધ કપિલ શર્મા શો’માંથી પણ સિદ્ધુની છુટ્ટી કરી દેવાઇ હતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular