Monday, October 25, 2021
Homeપુલવામા હુમલા પર સવાલ પુછાતાં જ જ્હોન ભડક્યો, કહ્યું બધાની માફી માગો
Array

પુલવામા હુમલા પર સવાલ પુછાતાં જ જ્હોન ભડક્યો, કહ્યું બધાની માફી માગો

બોલિવૂડ ડેસ્ક: જ્હોન અબ્રાહમની ફિલ્મ રોમિયો અકબર વોલ્ટરનું ગઈકાલે જ ટ્રેલર રિલીઝ થયું છે. ડિરેક્ટર રોબી ગરેવાલની આ ફિલ્મ 5 માર્ચે રિલીઝ થવાની છે. દેશમાં જ્યારે ચારેતરફ દેશભક્તિનો માહોલ છે અને એવામાં આવી ભારતીય જાસૂસીની ફિલ્મ આવે તો તેની અસર ઘણી વધુ થઇ શકે છે. ઇવેન્ટ દરમિયાન જ્હોને કહ્યું કે, આ એક દેશભક્તિની ફિલ્મ છે જે મને કરવી ગમે છે, પરંતુ મને ઉગ્ર રાષ્ટ્રવાદવાળી ફિલ્મો કરવાનું પસંદ નથી. હું કોઈ દેશ કે ધર્મની વિરુદ્ધ નથી, હું આતંકવાદની વિરુદ્ધ છું.

ટિપિકલ રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડતી ફિલ્મોથી અલગ ફિલ્મ 
જ્હોને કહ્યું કે, સારી સ્ટોરી સાથે ફિલ્મ બનાવવી એ ખૂબ અગત્યનું છે. આ ઓબ્જેક્ટિવ ફિલ્મ છે. આમાં કોઈ જ સારું કે ખરાબ નથી. બસ તમે કઈ રીતે જુઓ છો એના પર આધાર રાખે છે. અમે કોઈ વાતને ખરાબ વાત તરીકે નથી બતાવી. આ અલગ પ્રકારની ફિલ્મ છે અને અમે ગર્વ અનુભવીએ છીએ આ ફિલ્મ સાથે જોડાઈને. જો ગઈકાલે કોઈ સારી દેશભક્તિની ફિલ્મ હશે તો એ કરવી મને ગમશે. હું બિનસાંપ્રદાયિક છું અને મને એવી ફિલ્મો કરવાનું પસંદ છે જે આ દેશના સાચા નેચરને રિફ્લેક્ટ કરે.

હું મારા વિચારને લઈને એકદમ ક્લિઅર છું, જે હોય એ સામે જ બોલું છું 
હાલની પાકિસ્તાન અને ભારતની તણાવ ભરેલી પરિસ્થિતિને લઈને જ્હોને કહ્યું, કોઈ દેશ અથવા ધર્મ વિરુદ્ધ યુદ્ધ લડવાને બદલે આતંકવાદ વિરુદ્ધ પગલાં લેવા જોઈએ. હું મારા વિચારને લઈને એકદમ ક્લિઅર છું. હું અન્ય એક્ટર્સ જેવો નથી, જે કંઈપણ બોલતા પહેલાં લોકોની પસંદનું ધ્યાન રાખે છે. હું વાતને એ જ રીતે કહું છું જેવી તે હોય છે.

વોર હીરો પરની ફિલ્મ સેન્સિટિવ ટોપિક
જ્હોને જણાવ્યું કે, આ પ્રોજેક્ટની મૂળભૂત જરૂરિયાત ઊંડાણપૂર્વકનું રિસર્ચ હતું. ટીમ દ્વારા આ રિસર્ચ સંપૂર્ણ જવાબદારી સાથે કરવામાં આવ્યું છે કારણકે આ ટોપિક એકદમ સેન્સિટિવ છે. વોર હીરો પર ફિલ્મો બનાવવામાં કઈ જ ખોટું નથી. જો તમે હોલિવૂડમાં જુઓ તો તેઓ અદભુત વોર ફિલ્મ બતાવે છે અને તેઓ શાનદાર રીતે તેમના સૈનિકોને બતાવે છે. તો આપણે શું કામ નહીં? મને લાગે છે કે આ ભારત અને દર્શકો માટે એકદમ યોગ્ય સમય છે.

પુલવામા હુમલાને લઈને કહી આ મોટી વાત 
જ્હોન અને તેની ટીમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ આ ફિલ્મથી પુલવામા હુમલાનો બદલો લેવા માટે લોકોને ઉક્સાવી રહ્યા છે? જ્હોને તરત જ રિપોર્ટરને ચૂપ કરાવતાં કહ્યું, પ્રશ્ન પૂછતી વખતે તમારે ખૂબ જ કાળજી રાખવી જોઈએ .તમારા પર જવાબદારી છે. મહેરબાની કરીને બધાની માફી માગો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments