Tuesday, September 21, 2021
Homeપુલવામા હુમલા બાદ આજે ભારત અને પાકિસ્તાન પહેલી વખત વાતચીત કરશે
Array

પુલવામા હુમલા બાદ આજે ભારત અને પાકિસ્તાન પહેલી વખત વાતચીત કરશે

14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલાના બરાબર એક મહિના બાદ સરહદે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે આજે ભારત અને પાકિસ્તાન પહેલી વખત વાતચીત કરશે. કરતારપુર કોરિડોર ખોલવા માટે બંને દેશોના ઉચ્ચઅધિકારીઓ અટારીમાં વાતચીત કરશે. કરતારપુર કોરિડોર પર ચર્ચા કરવા માટે ભારતમાં પાકિસ્તાનના ઉપ રાજદૂત સૈયદ હૈદર શાહ અમૃતસર આવ્યા છે. જ્યાં તેમણે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે કરતારપુર જવા માટે વીઝા અંગેના સવાલ પર કહ્યું કે આ અંગે બેઠકમાં ચર્ચા થશે.

પાકિસ્તાનમાં ઐતિહાસિક કરતારપુર સાહેબ ગુરુદ્વારામાં ભારતીય શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે કરતારપુર કોરિડોરના કામને અંતિમ રૂપ આપવા માટે પહેલી વખત બંને દેશના અધિકારી વાતચીત કરશે. આ દરમિયાન બંને દેશોમાં ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા થશે.

માનવામાં આવી રહ્યું છે કે આ કોરિડોર દ્વારા દર્શનાર્થીઓને વીઝા વગર યાત્રા કરવા પર મહત્વની સમજૂતી થશે. બંને દેશના ગૃહ અને વિદેશ મંત્રાલયના અધિકારી અમૃતસરથી 30 કિલોમિટર દૂર અટારીમાં કરતારપુર કોરિડોરની રૂપરેખા નક્કી કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments