Monday, October 18, 2021
Homeપુલવામા હુમલો: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ માફ કરી જવાનોની લોન
Array

પુલવામા હુમલો: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ માફ કરી જવાનોની લોન

તાજેતરમાં જ પુલવામામાં થયેલા આંતકી હુમલામાં શહીદ થયેલા જવાનોની મદદ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પણ હાથ આગળ વધાર્યો છે. એસબીઆઇએ જાણકારી આપતા કહ્યું છે કે હુમલામાં શહીદ થયેલા જવાનોમાંથી 23 જવાનોએ બેંકથી લોન લઇ લીધી હતી જેને બેંકે માફ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત બેંકે એવું પણ કહ્યું છે કે એ જલ્દીથી શહીદોના પરિજનો માટે વીમાની રકમ જારી કરશે.

બેંકે એવું પણ કહ્યું કે સીઆરપીએફના જવાનો એસબીઆઇ ડિફેન્સ સેલેરી પેકેજ હેઠળ 30 લાખ રૂપિયા સુધીનો વીમો હોય છે. જેની રકમ બેંક જલ્દીથી રિલીઝ કરશે. બેંકે એની જાણકારી ટ્વિટ કરીને આપી છે.

આ ઉપરાંત બેંક ટ્વિટ કરીને ભારત કે વીર વેબસાઇટ દ્વારા લોકોને જવાનોની મદદ માટે પણ અપીલ કરી છે. બેંકે એના માટે યૂપીઆઇનો સપોર્ટ જારી કર્યો છે જેની મદદથી તમે યૂપીઆઇ કોર્ડ સ્કેન કરીને શહીદોની આર્થિક મદદ કરી શકો છો.

જણાવી દઇએ કે એસબીઆઇ પહેલા ઘણી બોલીવુડ સેલિબ્રિટીઝે પણ જવાનોના પરિજનોની મદદ માથે હાથ લંબાવ્યો છે. અમિતાભ બચ્ચને જ્યાં પુલવામા અટેકમાં શહીદ થયેલા જવાનોના પરિજનોને 5 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે, તો વીરેન્દ્ર સહેવાગે પણ શહીદોના બાળકોને ભણાવવાની જવાબદારી લેવાની રજૂઆત કરી છે.

આ ઉપરાંત રિલાયન્સ ફાઉન્ડેશનને કહ્યું એ શહીદોના પરિવારોની સમગ્ર જવાબદારી લે છે. રિલાયન્સ ફાઉન્ડેશન બાળકોના અભ્યાસથી લઇને એમના રોજગાર અને ભરણ પોષણ સુધીનો ખર્ચ ઊઠાવવાની જાહેરાત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments