પૂનમ નિમિત્તે અંબાજીમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો, પુલવામાં આંતકી હુમલા બાદ સઘન સુરક્ષા

0
33

અંબાજી: ઈન્ટેલિજેન્સ બ્યૂરો (IB)એ ગુજરાતના મહત્વના સ્થળો પર આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. આજે મહાસુદ પુનમ હોવાથી યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પુલવામાં આતંકી હુમલાને લઈ અંબાજીમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.


આતંકવાદી હુમલા બાદ પણ શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા

આજે મહાસુદ પૂર્ણિમા હોવાથી અંબાજીમાં સવારથી જ યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જોકે પુલવામામાં થયેલા આંતકવાદી હુમલા બાદ પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચી રહ્યા છે. અંબાજી મંદિરમાં સુરક્ષાને પણ સતર્ક કરી દેવામાં આવી છે. અંબાજી મંદિરમાં પોલીસ, જીઆઇએસએફ, બોર્ડરવીંગ સહિત મંદિર ગાર્ડના જવાનો મંદિરની સુરક્ષા માટે તૈનાત કરાયેલા છે. આજે અંબાજી પહોંચેલા યાત્રીઓની તપાસ કર્યા બાદ મંદિરમાં જવા દેવાયા હતા. એટલું જ નહીં સુરક્ષાને લઈ યાત્રિકો પણ જાણે રાહત અનુભવતા હોય તેવું જોવા મળ્યું હતું.

ચૂંટણીનો સમય બદલો પણ આંતકીઓનો ખાત્મો કરો

અંબાજી આવેલા શ્રદ્ધાળુઓએ આંતકવાદી હુમલાના પગલે નિવેદન કર્યું હતું કે અંબાજીમાં સુરક્ષા હજી વધુ કડક કરવી જોઈએ. એટલુજ નહી આગામી લોકસભાની ચૂંટણીઓ પણ ટુંક સમયમાં આવનારી છે ત્યારે પુલવામામાં થયેલા આતંકી હુમલાને અંજામ આપવા આવનારી ચૂંટણી ભલે પાછી ખસેડવી પડે તો ખસેડો પણ તે પહેલા હુમલામાં આંતકવાદીઓનો ખાત્મો કરી તેના પરિણામો લોકો સમક્ષ મૂકવા માંગ કરાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here