Tuesday, October 26, 2021
Homeપૂર્વ ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલે ઈડીની સામે હાજર થવા માટે વધુ સમય...
Array

પૂર્વ ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલે ઈડીની સામે હાજર થવા માટે વધુ સમય માંગ્યો

મુંબઈઃ પૂર્વ ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલે(62) એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ઈડી)ની સમક્ષ હાજર થવા માટે વધુ સમય માંગ્ય છે. એવિએશન ગોટાળામાં પુછપરછ માટે તેમણે આજે હાજર થવાનું હતું. પટેલનું કહેવું છે કે અગાઉથી નિર્ધારિત કાર્યક્રમના કારણે તેમણે ઈડીને બીજી તારીખ આપવા ભલામણ કરી છે.

યુપીએના કાર્યકાળમાં ગોટાળો થયો, તે સમયે પટેલ ઉડ્ડયન મંત્રી હતા

ઈડીની ચાર્જશીટમાં પટેલનું નામ છે. જોકે તેમને આરોપી બનાવવામાં આવ્યા નથી પરંતુ આરોપી દીપક તલવાર સાથે તેમનો સંપર્ક હતો. કરોડો રૂપિયાના એવિએશન ગોટાળામાં કોર્પોરેટ લોબિસ્ટ દીપક તલવાર પર આરોપ છે કે તેમણે ઉડ્ડયન મંત્રાલયમાં તેમના સંપર્કોનો ઉપયોગ કરીને વિદેશ એરલાઈન્સને ફાયદો પહોંચાડ્યો છે. તેના કારણે એર ઈન્ડિયાને નુકસાન થયું છે.
દીપક તલવાર પર મની-લોન્ડ્રીંગનો આરોપ છે. ઈડી પ્રિવિશન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ(પીએમએલએ) અંતર્ગત તપાસ કરી રહી છે. આ અંતર્ગત પ્રફુલ્લ પટેલનું નિવેદન નોંધવામાં આવશે. પટેલ યુપીએ સરકારમાં 2004થી 2011 સુધી ઉડ્ડયન મંત્રી હતા.
તલવારને આ વર્ષે જાન્યુઆરીમાં દુબઈમાંથી પ્રત્યાર્પણ કરીને ભારતમાં લાવવામાં આવ્યો હતો. તે ત્યાંથી કસ્ટડીમાં છે. તેમના પુત્ર આદિત્યની વિરુદ્ધ પણ બિન-જામીન પાત્ર વોરન્ટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. આદિત્ય એન્ટીગુઆમાં હોવાની શકયતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments