પૂર્વ ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલને EDએ 6 જૂને પૂછપરછ માટે બોલાવ્યા

0
29

નવી દિલ્હીઃ પૂર્વ ઉડ્ડયન મંત્રી અને એનસીપી નેતા પ્રફુલ્લ પટેલને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે સમન્સ મોકલ્યું છે. પટેલને 6 જૂને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ન્યુઝ એજન્સીએ આ માહિતી શનિવારે આપી છે. તે મુજબ પટેલની યુપીએના કાર્યકાળમાં થયેલા ક્થિત એવિએશન ગોટાળામાં પૂછપરછ થશે. પટેલે કહ્યું છે કે તે ઈડીને તપાસમાં સહયોગ કરશે.

પટેલ- મુખ્ય આરોપીની વાતચીતના સબૂતઃ રિપોર્ટ

ન્યુઝ એજન્સીના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે પટેલ પર આરોપ છે કે તે ગોટાળાના મુખ્ય આરોપી દીપક તલવાર અને તેના પુત્ર આદિત્યના સંપર્કમાં હતા. ઈડીની પાસે દીપક તલવાર અને પટેલની વચ્ચે ઈ-મેલ દ્વારા થયેલી વાતચીતના સબૂત પણ છે. દીપક તલવારે ઉડ્ડયન મંત્રાલયમાં પોતાના સંપર્કોનો ઉપયોગ કરીને વિદેશી એરલાઈન કંપનીઓને ફાયદો પહોંચાડ્યો હતો. તેના બદલામાં તેને મોટી રકમ મળી હતી. તેની પર મની લોન્ડ્રિંગનો પણ આરોપ છે.

ઈડી આ મામલામાં દીપક અને આદિત્યની વિરુદ્ધ પહેલા જ ચાર્જશીટ દાખલ કરી ચુક્યું છે. દીપકને આ વર્ષે જાન્યુઆરીમાં દુબઈથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. તે ત્યારથી કસ્ટડીમાં છે. આદિત્યની વિરુદ્ધ નોન-બેલેબલ વોરન્ટ ઈસ્યુ કરી ચુકી છે. તે એન્ટીગુઆમાં હોય તેવી શકયતા છે.

પ્રફુલ્લ પટેલ યુપીએ સરકારમાં નાગરિક ઉડ્ડયન મંત્રી હતા. ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે કેટલાક અધિકારીઓએ કહ્યું હતું કે દીપક તલવાર પ્રફુલ્લ પટેલના ખાસ દોસ્ત હતા. એવિએશન ગોટાળામાં સીબીઆઈ એ ઓગસ્ટ 2017માં એફઆઈઆર નોંધી હતી. ઈડી ત્યારથી આ મામલાની તપાસ કરી રહ્યું હતું. ઈડી ત્યારથી આ મામલાની તપાસ કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here