Saturday, September 18, 2021
Homeપૂર્વ ક્રિકેટર કપિલ દેવની દીકરી ફિલ્મ '83'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાઈ
Array

પૂર્વ ક્રિકેટર કપિલ દેવની દીકરી ફિલ્મ ’83’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાઈ

બોલિવૂડ ડેસ્ક: ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ ’83’ ભારતે જીતેલા ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત છે. આ ફિલ્મ 1983ના ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ મેચ પર આધારિત જેમાં ભારત કપિલ દેવની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ જીત્યું હતું. રણવીર સિંહ આ ફિલ્મમાં કપિલ દેવની ભૂમિકા ભજવી રહ્યો છે. કપિલ દેવ ખુદ રણવીરને ટ્રેનિંગ આપી રહ્યા છે. હવે આ ફિલ્મ સાથે કપિલ દેવની દીકરી અમિયા પણ જોડાઈ રહી છે. અમિયા આ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે સામેલ થઇ રહી છે.

ફિલ્મ 83

સ્ટાર કાસ્ટ

ફિલ્મ માટે 14 મેમ્બરની ટીમ ફરી તૈયાર કરવામાં આવી છે. જેમાં કપિલ દેવના રોલમાં રણવીર સિંહ,બલવિન્દર સિંહ તરીકે એમી વિર્ક ,શ્રીકાંત તરીકે  જીવા, સૈયદ કિરમાણી તરીકે સાહિલ ખટ્ટર, સંદીપ પાટીલ તરીકે ચિરાગ પાટીલ સુનિલ વાલ્સન તરીકે સાઉથ સ્ટાર આર બદરી અને ટીમનાં મેનેજર મન સિંહ તરીકે પંકજ ત્રિપાઠી જોવા મળશે. વર્લ્ડ કપ વખતની ટીમનાં અમુક ક્રિકેટર્સ પણ ખુદ એક્ટર્સ સાથે કામ કરી રહ્યા છે. તેમને ટ્રેનિંગ આપવા માટે કપિલ દેવ, મદન લાલ, યશપાલ શર્મા અને બલવિન્દર સિંહ ફિલ્મમાં જોડાયા છે.

અમિયાની એન્ટ્રી
કપિલ દેવની જેમ તેની દીકરી પણ આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી રહી છે. અમીયાએ હજુ કોલેજ પૂરી કરી છે અને ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાઈ છે. ફિલ્મની ટીમનું કહેવું છે કે, અમિયા ઘણી હેલ્પફુલ છે. તેને ફિલ્મનો વિષય ખબર છે, તે બધા ક્રિકેટર્સને પણ ઓળખે છે. ઉપરાંત કપિલ દેવ પણ આ પ્રોજેક્ટ પર અંગત રીતે ધ્યાન આપી રહ્યા છે જે પણ આ પ્રોજેક્ટ માટે ખૂબ સારું છે.
1983નો વર્લ્ડ કપ
ફિલ્મમાં ભારતના પહેલા વર્લ્ડ કપની જીત બતાવવામાં આવશે. નવા કેપ્ટન બનેલા કપિલ દેવની લીડરશિપમાં ભારતીય ક્રિકેટ ટીમે સતત બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝની ટીમને હરાવીને વિશ્વ કપ દેશને નામ કર્યો.
શૂટિંગ
ફિલ્મનું શૂટિંગ મે મહિનામાં સ્કોટલેન્ડ અને લંડનમાં શરૂ થશે. ફિલ્મનાં શૂટિંગનું શેડ્યૂલ 100 દિવસનું હશે.
રિલીઝ
’83’ ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થશે. ફિલ્મના પ્રોડ્યૂસર મધુ મન્ટેના, વિષ્ણુ ઇન્દુરી અને કબીર છે. જ્યારે રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ આ ફિલ્મને પ્રેઝન્ટ કરી રહ્યું છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments