Wednesday, December 8, 2021
Homeપૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટીનની તબિયત સુધરી, વેન્ટીલેટર હટાવ્યું, મિત્રોનો આભાર માન્યો
Array

પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટીનની તબિયત સુધરી, વેન્ટીલેટર હટાવ્યું, મિત્રોનો આભાર માન્યો

વડોદરાઃ છેલ્લા 38 દિવસની સારવાર બાદ પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટીનની તબિયતમાં સુધારો થતાં વેન્ટિલેટર હટાવી લેવાયું છે. વેન્ટિલેટર હટાવતાં દવાખાનાનું બિલ પણ ઓછું થઈ જશે.જેને પગલે જેકોબે શનિવારે સાંજે શોસિયલ મીડિયા પર દોસ્તોની દુઆ અને શુભેચ્છાએ મને બચાવ્યોના સંદેશા સાથે એક વીડિયો ગીત યે દોસ્તી હમ ન હી તોડેંગે મૂક્યું હતું. આ સંદેશા સાથે જેકોબે દોસ્તોનો આભાર માન્યો છે. આ સામે દોસ્તોએ સ્પીડી રિકવરી માટેની શુભેચ્છા પાઠવી હતી.

એક સમયના સાથી ક્રિકેટરોએ 3 લાખની મદદ કરી

જેકોબ માર્ટીનને સાથી ખેલાડીઓએ મદદ કરી

28 ડિસેમ્બરના રોજ મોપેડ પર વડોદરા શહેરના જૂના પાદરા રોડ પર લાયન્સ ક્લબ પાસેથી પસાર થઇ રહ્યા હતા, તે સમયે અકસ્માત થતાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં તેઓને સારવાર માટે આઇસીયુમાં રખાયા હતા. જેકોબને મદદ કરવા સાથી ક્રિકેટરો મેદાનમાં આવી ગયા હતા. જેકોબ માર્ટીન સાથે રમી ચૂકેલા તેના સાથી મિત્રોએ પણ 3 લાખ રૂપિયા ભેગા કરીને આપ્યા હતા. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, રવિ શાસ્ત્રી, પઠાણ બંધુ, મુનાફ પટેલ, ઝહીર ખાન, સૌરવ ગાંગુલી, આશિષ નહેરાએ જેકોબ માર્ટીનને મદદની ઓફર કરી હતી.

બીસીસીઆઇએ પણ મદદ કરી હતી

બીસીસીઆઇના પૂર્વ સેક્રેટરી સંજય પટેલે આ માટે બીસીસીઆઇના સત્તાધીશોનો સંપર્ક કરી જેકોબને મદદ કરવા અપીલ કરી હતી. જેને પગલે બીસીસીઆઇ દ્વારા પાંચ લાખની મદદ કરાઈ હતી, ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે પણ તેમણે વાતચીત કરતાં સીએસકે દ્વારા ત્રણ લાખ રૂપિયાની મદદ કરવામાં આવી હતી. આ દરમિયાન ક્રિકેટર કૃણાલ પંડ્યાએ કોરો ચેક આપ્યો હતો અને એક લાખ કરતાં ઓછી રકમ ના ભરવા વિનંતી કરી હતી. મોતીબાગ ક્રિકેટ ક્લબ તરફથી એક લાખની મદદ કરાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments