Sunday, November 28, 2021
Homeપૂર્વ ગૃહમંત્રીના પૌત્રને સેફની પુત્રી કરી ચૂકી છે ડેટ, સારાએ પ્રેમ પ્રકરણનો...
Array

પૂર્વ ગૃહમંત્રીના પૌત્રને સેફની પુત્રી કરી ચૂકી છે ડેટ, સારાએ પ્રેમ પ્રકરણનો કર્યો મોટો ખુલાસો

સતત બે ફિલ્મો હિટ થયા પછી હંમેશા હેડલાઈન્સમાં રહેનાર સ્ટાર કિડ અને અભિનેત્રી સારા અલી ખાને પોતાની રિલેશનશિપ અને બોયફ્રેન્ડને લઈને મોટો ખુલાસો કર્યો છે. કેટલાક સમયથી તેમની લવ લાઈફને લઈને ચર્ચાઓનો બજાર ગરમ હતો. આ બધાની વચ્ચે સારાએ પોતાની રિલેશનશિપને લઈને જે ખુલાસો કર્યો છે તેનાથી તેમના ફેન્સ પણ હેરાન રહી જશે. સારાનું નામ ઘણીવાર કેદારનાથના સુશાંત સિંહ સાથે જોડાયું છે. જે મામલે સારા અલીખાને જાતે જ ખુલાસો કરી દીધો છે.

એક્સ બોયફ્રેન્ડ સિવાય બીજા કોઈને ડેટ નથી કર્યા

અંગ્રેજી વેબસાઈટની ખબર અનુસાર સારા અલી ખાને જણાવ્યું હતું કે, તેમણે એક્સ બોયફ્રેન્ડ સિવાય બીજા કોઈને ડેટ નથી કર્યા. નોંધપાત્ર છેકે, તેમના એક્સ બોયફ્રેન્ડ દેશના પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેના પૌત્ર વીર પહાડિયા હતા. વીરની સાથેની રિલેશનશિપને સારા અલી ખાને વિસ્તારમાં જણાવ્યું છે.

સારા અલી ખાનના જણાવ્યા અનુસાર, ‘વીર પહાડિયા માત્ર એક એવા વ્યકિત છે, જેમને મેં ડેટ કર્યા છે, તેમના સિવાય મેં આજ સુધી કોઈને પણ ડેટ કર્યા નથી.’ વીર પહાડિયા વિશે વધારામાં જણાવ્યું કે- અમારા સંબંધો વચ્ચે કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જાઈ ન હતી ના વીરે મારું દિલ તોડયું હતું, એક સારા મોડ પર બધું જ અમે અમારી ઈચ્છાથી સમાપ્ત કરી દીધુ હતું.

વર્ષ 2016માં વીર પહાડિયાની સાથે રિલેશનશિપમાં હતી

બોલિવુડમાં પગ રાખ્યા પહેલા સારા અલી ખાન વર્ષ 2016માં વીર પહાડિયાની સાથે રિલેશનશિપમાં હતી અને એક વર્ષ પછી તેમના સંબંધો ટૂટી ગયા હતા. ઈન્ડિયા ટૂડેના જણાવ્યા અનુસાર વીરે રિલેશનશિપ દરમિયાન સારા અલી ખાનને રીંગ પણ આપી હતી. નોંધપાત્ર છે કે વીર પહાડિયા સારાના પિતા સૈફ અલી ખાનને એક પાર્ટી દરમિયાન મળી ચૂકયા છે. હવે સારા અલી ખાન સિંગલ છે.

ફિલ્મ ‘સિંબા’ તો 200 કરોડના કલબમાં પહોંચનાર ફિલ્મ બની ગઈ

તમને જણાવી દઈએ કે સારા અલી ખાનની બે ફિલ્મો ‘કેદારનાથ’ અને ‘સિંબા’એ બોકસ ઓફિસ પર ખૂબ જ ધમાલ મચાવી દીધી હતી. દર્શકોએ ફિલ્મને ખૂબ જ પસંદ કરી હતી. તેમની ફિલ્મ ‘સિંબા’ તો 200 કરોડના કલબમાં પહોંચનાર ફિલ્મ બની ગઈ છે. સારા અલી ખાન વર્ક ફ્રેન્ટની વાત કરીએ તો, ટૂંક સમયમાં તે ‘લવ આજકલ 2’માં દેખાવવાની છે. આ ફિલ્મનું નિર્દેશન ઈમ્તિયાઝ અલી કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments