Thursday, August 5, 2021
No menu items!
Homeપૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યામાં હથિયારો પૂરાં પાડનાર મુંબઈથી પકડાયો
Array

પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યામાં હથિયારો પૂરાં પાડનાર મુંબઈથી પકડાયો

સુરત:પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાના હત્યા કેસમાં હથિયારો પૂરાં પાડનારો રીઢો ગુનેગાર અશરફ નાગોરી મુંબઈના મીરાં રોડ વિસ્તારમાંથી પકડાયો છે. ક્રાઇમ બ્રાંચની ટીમ જ્યારે ફ્લેટ સુધી પહોંચી ત્યારે આ રીઢો ગુનેગાર પોલીસથી ડરી વોશરૂમમાં ભરાઇ ગયો હતો. જ્યાંથી પોલીસે તેને ઝડપી લીધો હતો.

આરોપી 7 વખત જેલમાં ગયો છે
અત્યાર સુધીમાં સુરતના સાત ગુનામાં પકડાયા બાદ જામીન લઈ ફરાર થયેલો અશરફ નાગોરી ત્રણ ગુનામાં વોન્ટેડ છે. 2013ના વર્ષમાં 13 પિસ્તોલ અને 64 કારતૂસ સાથે પકડાયેલો આ રીઢો ગુનેગાર બે વખત પાસામાં અને બે વખત પોટામાં પણ જઈ ચૂક્યો છે. સલાબતપુરા, કતારગામ અને ખટોદરા પોલીસ મથકમાં મારમારીના ગુનામાં વોન્ટેડ રીઢા ગુનેગાર અશરફ ઇસ્માઇલ નાગોરી (ઉ.વ.41, રહે: સુકૈયા રેસિડેન્સી, પસ્તાગિયા શેરી, રામપુરા)ને પકડી પાડવા ક્રાઇમ બ્રાંચની ટીમ કામે લાગી હતી. જેમાં તે મુંબઈના મીરાં રોડ વિસ્તારમાં હોવાની બાતમી મળતા પોસઈ વી.વી. ભોલા અને તેમની ટીમે ત્યાં પહોંચી જઈ તેને દબોચી લીધો હતો.

સુરત-અમદાવાદમાં પોટા હેઠળ પણ જેલમાં જઈ ચૂક્યો છે
પ્રિવેન્સન ઓફ ટેરેરરિસ્ટ એક્ટિવિટી એટલે કે પોટા તળે અશરફ નાગોરી અમદાવાદ અને સુરત પોલીસના હાથે પકડાયો હતો. એડવોકેટ અને તત્કાલીન કોર્પોરેટર હસમુખ લાલવાલા પર ફાયરિંગ કરવાના ગુનામાં સુરત પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત પોટા તળે ગુનો નોંધાયો હતો. જેમાં તે પકડાયો હતો. આ ઉપરાંત 2013 અને 2015ના વર્ષમાં તે પાસા તળે જેલમાં પણ જઈ ચૂક્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments