Tuesday, September 21, 2021
Homeપૂર્વ ધારાસભ્યની ઘર વાપસીથી સાવલી કોંગ્રેસમાં ભડકો, 100થી વધુ હોદ્દેદારોના રાજીનામા
Array

પૂર્વ ધારાસભ્યની ઘર વાપસીથી સાવલી કોંગ્રેસમાં ભડકો, 100થી વધુ હોદ્દેદારોના રાજીનામા

વડોદરાઃ વડોદરા જિલ્લાના સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણની કોંગ્રેસમાં વાપસીને પગલે સાવલી કોંગ્રેસમાં ભડકો થયો છે. આજે સાવલી તાલુકામાં કોંગ્રેસના 100થી વધુ હોદ્દેદારોએ પોતાના હોદ્દા પરથી રાજીનામા આપી દીધા છે. તેઓને વિશ્વાસમાં લીધા વિના જ કોંગ્રેસે ખુમાનસિંહને પક્ષમાં પાછા લીધા હોવાની વાત કોંગ્રેસના હોદ્દેદારોએ કરી હતી.

2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ખુમાનસિંહ ચૌહાણ કોંગ્રેસ છોડીને એનસીપીમાં જોડાયા હતા. પરંતુ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે ખુમાનસિંહની ઘર વાપસી કરવામાં આવી હતી. નારાજ થયેલા હોદ્દેદારો પોતાના રાજીનામા બાદ હવે રજૂઆત કરવા માટે પ્રદેશ કોંગ્રેસ મોવડી મંડળને મળશે. નારાજ થયેલા કોંગ્રેસના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, અમે ભલે હોદ્દા પરથી રાજીનામા આપ્યા હોય પરંતુ અમે કોંગ્રેસ માટે કામ કરતા રહીશું. અમને વિશ્વાસમાં લીધા વગર પાર્ટીએ ખુમાનસિંહને પક્ષમાં પાછા લેવામાં આવ્યા હોવાની વાતથી અમે નારાજ છીએ. બાકી ખુમાનસિંહ કોંગ્રેસમાંથી આવવાથી પક્ષ મજબૂત થાય તેમાં અમને કોઇ વાંધો નહોતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments