Monday, December 5, 2022
Homeગુજરાતપૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડ ભાજપમાં જોડાયા

પૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડ ભાજપમાં જોડાયા

- Advertisement -

ગુજરાતમાં ચૂંટણી માહોલ જામ્યો છે. તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે છતાં પક્ષ પલટાનો સિલસિલો યથાવત છે. દહેગામના પૂર્વ MLA કામિનીબા રાઠોડે ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું અને આજે સત્તાવાર રીતે તેઓ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાંથી દહેગામ બેઠક પર ટિકિટ ન મળતા કોંગી MLA નારાજ હતા.

કોંગ્રેસ દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડે કમલમ ખાતે ભાજપના નેતાઓની હાજરીમાં ભાજપનો ખેસ પહેર્યો છે. કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન આપતા તેમણે આજે કેસરિયા કર્યો છે. કામિની બા રાઠોડે ટિકિટ માટે પૈસા માંગતા હોવાનો વિડિયો પણ વાયરલ કર્યો હતો. ત્યારબાદ કામિનીબાએ અપક્ષ ઉમેદવારી કર્યા બાદ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું અને હવે તેઓ ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા છે.

કામિની બાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ નિવેદન આપ્યું છે કે, સાચા વ્યક્તિનો અવાજ અને સાચી રજુઆત કોંગ્રેસમાં દબાવવામાં આવતી હતી જે મારી સાથે થયું છે. તમને લોકોને જાણ છે મારી સાથે શું થયું? મહિલાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરાયો છે. જિલ્લાની 34 દહેગામ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્તમાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા છે અને કોંગ્રેસે વખતસિંહ ચૌહાણની પસંદગી કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular