પૂર્વ પ્રેમી એ કોલેજીયન યુવતી ને શારીરિક સંબંધ બાંધવા માંગ કરી,

0
0

અમદાવાદ: સેટેલાઇટ વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતીને પૂર્વ પ્રેમીએ બે મહીના પહેલા કરેલી ફરિયાદ પછી ખેંચવા ધમકી આપી છે. પૂર્વ પ્રેમીએ યુવતીનો પીછો કરી તું મારી સાથે શારીરિક સંબંધ નહીં રાખે તો તારા ફોટા વાઈરલ કરી દઈશ તેવી ધમકી પણ આપી હતી. યુવતીએ આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એક વખત પોલીસ ફરિયાદ છતાં પણ પોલીસના ડરથી બેખોફ યુવકે ફરીથી યુવતીને પરેશાન કરતા તેણે પોલીસની મદદ માંગી છે.

બ્રેકઅપ બાદ કોલેજ સુધી પીછો કરી ધમકી: સેટેલાઇટ વિસ્તારમાં રહેતી અને વસ્ત્રાપુરની આર.જે. ટીબ્રેવાલ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી યુવતી સેટેલાઇટમાં ભણતી હતી ત્યારે તેનો પરિચય શાહપુરની ભોઈવાડાની પોળમાં રહેતા અક્ષય નીરજભાઇ શ્રીમાળી નામના યુવક સાથે થયો હતો. યુવતી અને અક્ષય વચ્ચે સારી મિત્રતા હતી, જોકે દોઢેક વર્ષથી બન્ને વચ્ચે અગમ્ય કારણસર બ્રેકઅપ થઇ ગયું હતું. યુવતી કોલેજમાં ભણતી હતી ત્યારે અક્ષયે તેને ફોન કર્યા હતા. એક અઠવા‌ડિયા સુધી અક્ષય કોલેજ પર જઇને યુવતીને આ પ્રકારની ધમકી આપતો હતો. અક્ષયની ધમકીથી કંટાળીને યુવતીએ તેના પિતાને જાણ કર્યા બાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

ગઈકાલે બપોરે યુવતી ફાલ્ગુન ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે અક્ષયે તેનો પીછો કર્યો હતો. અક્ષયે ધમકી આપી હતી કે મારી સામે કરેલી ફરિયાદ પાછી ખેંચી લે નહીં તો મારી પાસે તારા બધા ફોટા પડ્યા છે. તું મારી સાથે શારીરિક સંબંધો રાખ નહીં તો ફોટા તારા પરિવાર અને તમામ જગ્યાએ વાઈરલ કરી દઈશ. આ ધમકીને પગલે ફરીથી યુવતીએ આંનદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here