Tuesday, December 7, 2021
Homeપૂર્વ રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસનું 88 વર્ષની ઉંમરે નિધન, રાષ્ટ્રપતિ-PMએ દુઃખ વ્યક્ત...
Array

પૂર્વ રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસનું 88 વર્ષની ઉંમરે નિધન, રાષ્ટ્રપતિ-PMએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ સમતા પાર્ટીના સંસ્થાપક અને દેશના પૂર્વ રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસનું 88 વર્ષે નિધન થયું છે. તેઓને કેટલાંક દિવસથી સ્વાઈન ફ્લુ હતો. આ ઉપરાંત તેઓ છેલ્લાં કેટલાંક સમયથી બીમાર પણ હતા. તેઓ અલ્ઝાઈમર્સથી પીડિત હતા. તેથી તેઓને કંઈ યાદ રહેતું ન હતું પરિણામે તેઓ સાર્વજનિક જીવનથી દૂર હતા. જ્યોર્જ ફર્નાન્ડિસે રાજધાની દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા.

પૂર્વ રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસનું ભારતીય રાજનીતિમાં ઐતિહાસિક યોગદાન રહ્યું છે, તે પછી રક્ષા ક્ષેત્રે ઉઠાવેલાં મોટાં નિર્ણયો હોય કે ઈમરજન્સી દરમિયાન ઉઠાવેલાં મુદ્દાઓ. જ્યોર્જ ફર્નાન્ડિસ હંમેશાથી આગળ રહીને જ નેતૃત્વ કર્યું છે. પૂર્વ રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસ 1974માં ઓલ ઈન્ડિયા રેલવેમેન ફેડરેશનના પ્રમુખ હતા ત્યારે તેઓઓ ઐતિહાસિક રેલવે સ્ટ્રાઈક કરી હતી જેને સરકારની ઘણી જ મુશ્કેલી વધારી હતી.

રાષ્ટ્રપતિ-PMએ દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન મોદીએ જ્યોર્જ ફર્નાન્ડિસના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેઓએ ટ્વીટ કરી લખ્યું કે, “જ્યોર્જ સાહેબ ભારતના બેસ્ટ રાજનીતિક લીડરશિપની આગેવાની કરી, તેમનું યોગદાન ઘણું જ મહત્વનું રહ્યું છે.”

વડાપ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ જ્યોર્જ ફર્નાન્ડિસના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું.

1967માં પહેલી વખત સાંસદ બન્યાં

3 જૂન, 1930નાં રોજ મેંગ્લોરમાં જન્મેલા જ્યોર્જ ફર્નાન્ડિસ 9 વખત લોકસભા સાંસદ રહ્યાં. પોતાના સંસદીય જીવનમાં તેઓ સંસદની અનેક કમિટીઓમાં પણ મેમ્બર રહ્યાં તેમજ સરકારના અનેક પદો પર આરૂઢ રહ્યાં. જ્યોર્જ ભારતીય વેપાર સંગઠનના નેતા તેમજ પત્રકાર પણ રહ્યાં છે. ફર્નાન્ડિસ 1967માં દક્ષિણ બોમ્બેથી કોંગ્રેસના એસેક પાટિલને હરાવીને પહેલી વખત સાંસદ બન્યાં. 1975ની ઈમરજન્સી પછી ફર્નાન્ડિસ બિહારની મુઝ્ફ્ફરપુર સીટથી જીતી સંસદ પહોંચ્યા હતા. મોરારજી સરકારમાં ઉદ્યોગ મંત્રીનો પદભાર સંભાળ્યો હતો. આ ઉપરાંત તેઓને વીપી સિંહ સરકારમાં રેલ મંત્રીનું પદ સોંપાયું હતું.

NDA સરકારમાં મંત્રી અને સંયોજક પણ હતા

અટલ બિહારી વાજપેયીની આગેવાનીમાં NDAની સરકાર બની ત્યારે જ્યોર્જ ફર્નાન્ડિસને રક્ષા મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. કારગિલ યુદ્ધ વખતે તેઓ રક્ષા મંત્રી હતા. આ ઉપરાંત તેઓએ NDAના સંયોજક તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયગાળા દરમિયાન NDAમાં જો કોઈ નારાજ થતું તો તેને મનાવવાની જવાબદારી જ્યોર્જ ફર્નાન્ડિસની રહેતી અને તેઓ સફળતાથી લોકોની નારાજગી પણ દૂર કરતા હતા.

9 લોકસભા ચૂંટણી જીત્યાં

1967થી 2004 સુધી 9 વખત લોકસભા ચૂંટણી જીત્યાં. ઈમરજન્સીમાં શીખની વેશભૂષામાં ફરતાં હતા અને ધરપકડથી બચવા પોતાને લેખક ખુશવંત સિંહ ગણાવતા હતા. 2003માં વિપક્ષે કેગના અહેવાલના આધારે જ્યોર્જ પર તાબૂત કૌભાંડનો આરોપ લગાવ્યો. જ્યોર્જે પડકાર ફેંકતા કહ્યું હતું કે, “જો વિપક્ષ ઈમાનદાર છે તો કાલ સુધીમાં મારી સમક્ષ પુરાવા રજૂ કરો. હું રાજીનામું આપવા માટે તૈયાર છું.” ઓક્ટોબર 2015નાં રોજ સુપ્રીમ કોર્ટે ફર્નાન્ડિસને કારગિલ તાબૂત કૌંભાડમાં પૂરી રીતે નિર્દોષ જાહેર કર્યા હતા.

કેદીઓને શ્રીમદ્ ભગવત ગીતા સંભળાવતા હતા

ફર્નાન્ડિસની ઈમરજન્સી દરમિયાન વડોદરા ડાઈનામાઈટ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જેલમાં રહ્યાં તે દરમિયાન તેઓ કેદીઓને શ્રીમદ્ ભગવીત ગીતા વાંચીને સંભળાવતા હતા. ફર્નાન્ડિસ રક્ષા મંત્રી હતા ત્યારે રેકોર્ડ 30થી વધુ વખત સિયાચિન ગ્લેશિયરની મુલાકાતે ગયા હતા. દિલ્હીમાં 3 કૃષ્ણ મેનન માર્ગ તેમનું નિવાસસ્થાન હતું. અહીં કોઈ ગેટ ન હતો તેમજ કોઈ સુરક્ષાકર્મી પણ તહેનાત ન હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments