પૂર્વ CM રાણેના પુત્રનો આરોપ – બાલ ઠાકરે સોનુ નિગમની હત્યા કરાવવા ઇચ્છતા હતા

0
416

મુંબઇઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેના દીકરા અને પૂર્વ સાંસદ નીલેશ રાણેએ શિવસેનાના સંસ્થાપક સ્વર્ગીય બાલાસાહેબ ઠાકરે પર ગાયક સોનુ નિગમની હત્યાના કાવતરાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, નીલેશે શિવસેના નેતા આનંદ દિઘેના મોત માટે પણ તેઓને આરોપી ઠેરવ્યા છે. નીલેશના આ આરોપો સામે અત્યાર સુધી શિવસેના અથવા ઠાકરે પરિવાર તરફથી કોઇ નિવેદન આવ્યું નથી. મંગળવારે રત્નાગિરીમાં નીલેશે કહ્યું, આખી મુંબઇ પોલીસ જાણે છે કે, સોનુ નિગમની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. તેઓને મારવા માટે બાલ ઠાકરેએ શિવસૈનિકો પણ મોકલ્યા હતા.

હત્યાના કાવતરાની જાણકારી મુંબઇ પોલીસને હતી

અનંત દિઘેની હત્યાનો પણ આરોપ

નીલેશે કહ્યું, અનંત દિઘેને શું થયું હતું? શું કોઇ જાણે છે કે, તેની હત્યા કોણે અને શા માટે કરાવી? એક શિવસૈનિકની હત્યા માટે બાલા સાહેબે કોને ઓર્ડર આપ્યો હતો? કેવી રીતે કેસને દબાવી દેવામાં આવ્યો હતો? આ બધું જ બાલા સાહેબના કહેવાથી થયું હતું.

શિવસેના MPના નારાયણ રાણે પર આરોપ

થોડાં દિવસો પહેલાં શિવસેના સાંસદ વિનાયક રાઉતે નીલેશના પિતા નારાયણ રાણે સામે આરોપ લગાવ્યા હતા. તેમાં તેને કહેવામાં આવ્યું હતું કે, નારાયણ રાણેના 10 વર્ષના રાજકીય કરિયરમાં કોણે 9 લોકોની હત્યા કરી? નારાયણ રાણેમાં જો હિંમત છે તો તેઓ તેનો જવાબ આપે.

રાઉતે 2014ની લોકસભા ચૂંટણીમાં નીલેશને હરાવ્યો હતો.

કોંગ્રેસથી અલગ થઇને પાર્ટીની શરૂઆત

નીલેશ અને તેના પિતા નારાયણ બંને પહેલાં કોંગ્રેસમાં હતા. બંનેએ એકસાથે પાર્ટી છોડી દીધી. બાદમાં કોંગ્રેસથી અલગ થઇને નારાયણ રાણેએ મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષ નામથી પાર્ટી બનાવી હતી.

નીલેશ 2017 સુધી કોંગ્રેસમાં રહ્યા અને ત્યારબાદ તેઓ પણ મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષમાં સામેલ થઇ ગયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here