Friday, August 12, 2022
Homeપૂર્વ MLA ભાનુશાળીની હત્યા બાદ ટ્રેનનું ચેઈન પુલિંગ, કોચમાં 3 જીવતાં અને...
Array

પૂર્વ MLA ભાનુશાળીની હત્યા બાદ ટ્રેનનું ચેઈન પુલિંગ, કોચમાં 3 જીવતાં અને 2 ફૂટેલા કારતૂસ મળ્યા

- Advertisement -

અમદાવાદ: જયંતી ભાનુશાળી હત્યા બાદ ગાંધીધામથી સામખીયાળી વચ્ચે ટ્રેન પુલિંગ થયું હતું. ગાંધીધામથી ટ્રેન ઉપડી અને રાતે 12.55 વાગ્યાની આસપાસ ટ્રેનનું ચેન પુલિંગ થતાં ત્રણ મિનિટ માટે ટ્રેન રોકાઈ હતી. ભચાઉથી સામખીયાળી વચ્ચે જ આ ઘટના બની હતી. સૂરજબારી પુલ પાસે ટ્રેનમાં હાજર રેલવેના કર્મીઓને જાણ થતાં તેઓ તાત્કાલિક કોચમાં દોડી ગયા હતા. ટ્રેનમાં 3 જીવતા કારતૂસ, 2 ફૂટેલા કારતૂસ અને એક ફૂટેલી બૂલેટ મળી હોવાનું સીઆઈડી ક્રાઈમ અને રેલવેઝના ડીજી આશિષ ભાટીયાએ મીડિયાને જણાવ્યું હતું.

ભાનુશાળીની હત્યામાં આશિષ ભાટીયાએ શું કહ્યું?

* સાત અધિકારીઓની ટીમ તપાસ કરશે
* 3 જીવતા કારતુસ, બે ફૂટેલા કારતુસ અને એક ફુટેલી બુલેટ મળી
* 7.65 એમ એમ ની બુલેટ વપરાઈ
* બુલેટનો આગળની ભાગ અને સપ્લીન્ટર મળ્યું
* કન્ટ્રી મેઇડ વેપન વપરાયું હતું
* ખૂબ જ નજીકથી ફાયરિંગ કરાયું
* માળીયા અને અન્ય સ્ટેશનના સીસીટીવી ફૂટેજ મળ્યા
* ચેઇન પુલિંગ 12.57ના સમયે થયું હોવાની વાત છે
* એસી કોચમાં અન્ય ચાર લોકો પણ હતા
* અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ મદદમાં રહેશે
* જેના પર આરોપ કરવામાં આવ્યા છે તમામની તપાસ કરવામાં આવશે
* પવન મોરે નામનો પેસેન્જરે લાશ જોઈ હતી
* પવને ટીટીને જાણ થઈ

લાયસન્સવાળી બંદૂક બચાવમાં કામ ન લાગી

જયંતી ભાનુશાળી પર જીવનું જોખમ હોવાથી તેમણે લાયસન્સ લીધું હતું. બંદૂકને પાઉચમાં રાખીને શૂટકેસમાં રાખીને ટ્રેનમાં બેઠા હતા. હત્યારાઓએ હુમલો કર્યો ત્યારે બચવા માટે તેમણે વલખાં માર્યા હતા પરંતુ બચાવમાં પિસ્તોલ વાપરી શક્યા ન હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular