પેટા ચૂંટણીમાં થોડાક તો ખાવા દેવા’તા: જસદણ યાર્ડના ડિરેક્ટરની ઓડિયો

0
54

 • CN24NEWS-11/01/2019
 • જસદણ: જસદણ માર્કેટિંગ યાર્ડના ભાજપ ના ડિરેક્ટર નરેશ છગન ચોહલીયાએ પેટા ચૂંટણીને લઇને એક ઓડિયોક્લિપ વાયરલ કરી છે. જેમાં તે કહે છે કે, પેટા ચૂંટણીમાં મને થોડાક તો ખાવા દેવા હતા. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોણે કોંગ્રેસ નુ અને કોણે ભાજપનું કામ કર્યું અને ભાજપના પૈસા લઇ કોણે કોંગ્રેસનું કામ કર્યું તમામ હિસાબ લઇ મારી સામે આવી જાવ.
 • ડિરેક્ટરે ઓડિયો ક્લિપમાં જણાવ્યું કે…

  • 1.– જે ભાજપના પૈસા લઇ ગયા તેણે જ ભાજપને મત નથી આપ્યો
   – કેટલા પૈસા સ્લીપ બાટવા વાળાને આપ્યા, કેટલા કાર્યલય ખોલવામાં આપ્યા તે મારી પાસેથી હિસાબ લઇ જાવ.
   – મારા નામે કેટલાય ઉધારાયા છે, મે કંઇ લીધા નથી, 10-10 હજાર રૂપિયા બધા પાલિકાના સભ્યોને આપવામાં આવ્યા છે
   – હું 25 વર્ષથી કુંવરજીભાઇ બાવળિયાની સેવા કરૂ છું
   – એકલા એકલા ખાય જવાનું, મારે કોઇ પણ રાજકીય નેતાનું કામ નથી
   – કુંવરજીભાઇનો હું પરમ ભક્ત છું, આ બધુ જાણવા માટે હું કરતો અને જાણી લીધું છે
   – કોરોડો રૂપિયા ખાય ગયા, સરબત પીવાય એટલા તો આપવા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here