Sunday, October 17, 2021
Homeપેટ્રોલના ભાવ 38 પૈસા વધીને 70ને પાર, 5 દિવસમાં 1.63 રૂપિયાનો વધારો
Array

પેટ્રોલના ભાવ 38 પૈસા વધીને 70ને પાર, 5 દિવસમાં 1.63 રૂપિયાનો વધારો

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સોમવારે સતત 5માં દિવસ વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 38 પૈસા વધીને 70.13 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં રેટ 38 પૈસા વધીને 75.77 રૂપિયા થઈ ગયા છે. બંને શહેરોમાં ડીઝલની કિંમતોમાં 49 પૈસાથી 52 પૈસાનો વધારો નોંધાયો છે.

10 જાન્યુઆરીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ 5 દિવસોમાં દિલ્હીમાં પેટ્રોલ 1.63 અને ડીઝલ 1.94 રૂપિયા મોંઘુ થયું છે. ઓઈલ કંપનીઓ ઈન્ટરનેશનલ બજારમાં ક્રુડ ઓઈળના ભાવમાં ડોલર-રૂપિયાના એક્સચેન્જ રેટના હિસાબે કિંમત નક્કી કરે છે.

મેટ્રો શહેરમાં પેટ્રોલ
શહેર રવિવારનો રેટ(રૂ/લીટર) સોમવારનો રેટ(રૂ/લીટર) વધારો
દિલ્હી 69.75 70.13 38 પૈસા
મુંબઈ 75.39 75.77 38 પૈસા

 

મેટ્રો શહેરમાં ડીઝલ
શહેર રવિવારનો રેટ(રૂ/લીટર) સોમવારનો રેટ(રૂ/લીટર) વધારો
દિલ્હી 63.69 64.18 49 પૈસા
મુંબઈ 66.66 67.18 52 પૈસા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments