Sunday, October 24, 2021
Homeપેટ્રોલના વધતા ભાવની ચિંતા છોડો, 25 રૂપિયામાં 100 કિમીની માઇલેજ આપશે આ...
Array

પેટ્રોલના વધતા ભાવની ચિંતા છોડો, 25 રૂપિયામાં 100 કિમીની માઇલેજ આપશે આ ધાકડ બાઇક

પુણેની ઇલેક્ટ્રિક મોટરસાઇકલ સ્ટાર્ટઅપ કંપની, ટૉર્ક મોટર્સ આ દિવસોમાં તેની પ્રથમ ફુલી-ઇલેક્ટ્રિક મોટરસાઇકલનું ટેસ્ટિંગ કરી રહી છે. જે સમયે Tork T6X લૉન્ચ કરવામાં આવી હતી, ત્યારે તેની કિંમત 1.25 લાખ (એક્સ-શોરૂમ) હતી. Tork T6X vr 1000 થી વધુ પ્રિ-બુકિંગ થઈ છે. ભારતમાં, આ બાઇક 2019 ના અંત સુધીમાં અથવા 2020ની શરૂઆતમાં 1.5 લાખ રૂપિયાની (એક્સ-શોરૂમ) કિંમત પર લોન્ચ કરવામાં આવશે.

ટૉર્ક ટી 6 એક્સમાં 6KW અથવા 8 bhp ઇલેક્ટ્રિક મોટર છે જે 27Nm નું ટોર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત તે ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ છે. ટૉર્કના જણાવ્યા પ્રમાણે, તેની ટી 6 એક્સની સ્પીડ મહત્તમ 100 કિલોમીટર છે અને સિંગલ ચાર્જમાં 100 કિલોમીટર સુધી મુસાફરી કરી શકાય છે. ટૉર્ક ટી 6 એક્સમાં ટ્રેલિસ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે સ્ટીલ અને બેટરી પેકથી સજ્જ છે. તે એક કલાકમાં 80 ટકા સુધી ચાર્જ થઇ શકે છે. બાઇક ચાર્જ કરવામાં વીજળીના ફક્ત ચાર યુનિટ ખર્ચ થાય છે. કંપની દાવો કરે છે કે 20 રૂપિયામાં, આ બાઇક 75 કિ.મી. સુધી દોડશે.

ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલી તસવીરોમાં Tork T6X સમાન તે જ મોડેલ જેવી લાગી રહી છે જેને 2016માં લૉન્ચ કરવામાં આવી હતી. તેની સ્ટાઇલિંગ ખૂબ જ શાર્પ છે જે સ્લીમ ફ્યૂલ ટેંકના કારણ છે. રિયરમાં મોટલરસાઇકલની ફ્રેમ સ્પષ્ટરૂપે જોઇ શકાય છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તેને પ્લાસ્ટિક પેનલ્સથી કવર કરવામાં આવશે. ફુટપેગ્સ પાછળની તરફ પોઝીશન કરવામાં આવ્યા છે. જેના કારણે તેની રાઇડીંગ પોઝીશન સ્પોર્ટી અને આરામદાયક લાગે છે.

Tork T6Xમાં ફુલી ડીજીટલ TFT ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ સાથે સ્માર્ટફોન કનેક્ટિવીટી આપી શકાય છે. Tork T6Xની ફ્રન્ટમાં ટેલેસ્કોપિક ફોકર્સ અપ અને રિયરમાં મોનોશૉક આપી શકાય તેમ છે. બાઇકના વ્હીલ્સ એલોયથી સજ્જ હશે અને ડિસ્ક બ્રેક આપવામાં આવશે. Tork T6Xની ટક્કર Bajaj Pulsar NS200, TVS Apache RTR 200 4V જેવી 200cc ની બાઇક્સ સાથે છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments