Sunday, November 28, 2021
Homeપેટ્રોલ-ડિઝલનો ભાવ સતત 5માં દિવસે વધ્યો, મુંબઈમાં પેટ્રોલનો ભાવ 78 રૂપિયાની નજીક
Array

પેટ્રોલ-ડિઝલનો ભાવ સતત 5માં દિવસે વધ્યો, મુંબઈમાં પેટ્રોલનો ભાવ 78 રૂપિયાની નજીક

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડિઝલના રેટમાં સોમવારે સતત 5મી વખત વધારો થયો છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 10 પૈસા વધીને 72.17 રૂપિયા પ્રતિ લિટર થઈ છે. મુંબઈમાં પણ પેટ્રોલ 10 પૈસા મોંઘું થયું છે. અહીં ભાવ 77.80 રૂપિયાએ પહોંચ્યો ગયો છે. મેટ્રો શહેરમાં પણ ડિઝલની કિંમતમાં 13થી 14 પૈસાનો વધારો થયો છે.

કોલકતામાં પેટ્રોલની કિંમત 74.26 રૂપિયા

શહેર રવિવારનો ભાવ(રૂ/લિટર) સોમવારનો ભાવ(રૂ/લિટર) વધારો
દિલ્હી 72.07 72.17 10 પૈસા
મુંબઈ 77.70 77.80 10 પૈસા
કોલકતા 74.16 74.26 10 પૈસા
ચેન્નાઈ 74.84 74.95 11 પૈસા

 

મેટ્રો શહેરોમાં ડિઝલ

શહેર રવિવારેનો ભાવ(રૂ/લિટર) સોમવારનો ભાવ(રૂ/લિટર) વધારો
દિલ્હી 67.41 67.54 13 પૈસા
મુંબઈ 70.62 70.76 14 પૈસા
કોલકતા 69.20 69.33 13 પૈસા
ચેન્નાઈ 71.24 71.38 14 પૈસા

 

મેટ્રો શહેરમાં પેટ્રોલ

પેટ્રોલ-ડિઝલની કિંમતમાં 28 ફેબ્રુઆરીથી સતત વધારો થઈ રહ્યો છે. આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના રેટ અને રૂપિયા-ડોલરના એક્સચેન્જ રેટના આધાર પર ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડિઝલનો ભાવ નક્કી કરે છે. આ માટે 15 દિવસ પહેલાના ભારતીય ક્રૂડ બાસ્કેટના રેટને ધ્યાનમાં રાખવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments