પેટ્રોલ-ડીઝલ થયાં મોંઘા, સાઉદી અરબનો આ એક નિર્ણય પડ્યો ભારે

0
62

આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલ મોંઘુ થઇ જવાના કારણે ઘરેલૂ સ્તર પર પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. પાછલાં ત્રણ દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર હતી જેમાં આજે ગુરુવારે વધારો થયો છે. ગુરુવારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 38 પૈસા વધીને 68.88 રૂપિયા પર પહોંચી ગઇ છે. આ જ રીતે ડીઝલમાં 29 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં ડીઝલની કિંમત 62.53 રૂપિયા છે.

અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

અમદાવાદમાં બુધવારે પેટ્રોલની કિંમત 66.03 રૂપિયા હતી જેમાં ગુરુવારે 39 પૈસાનો વધારો થતાં નવી કિંમત 66.42 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.

ડીઝલની વાત કરીએ તો અમદાવાદમાં બુધવારે ડીઝલની કિંમત 65.03 રૂપિયા પ્રતિ લીટર હતી જેમાં ગુરુવારે 33 પૈસાનો વધારો થતાં નવી કિંમત 65.36 રૂપિયા પ્રતિ લીટર થઇ છે.

શા કારણે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

ક્રૂડ ઓઇલની કિંમતો ગત એક અઠવાડિયામાં 5 ટકા સુધી ઉછળી છે. કિંમતોમાં તેજી પાછળ ઓપેક દેશો તરફથી ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં કરવામાં આવેલો ઘટાડો છે. સાઉદી અરબના ઉર્જા મંત્રીએ બુધવારે જણાવ્યું કે તેમને વિશ્વાસ છે કે પેટ્રોલિયમની નિકાસ કરતાં દેશોના સંગઠન (ઓપેક) દ્વારા 2018ના અંતમાં આપૂર્તિમાં ઘટાડો શરૂ કરવામાં આવ્યો હતો અને રશિયા સહિત કેટલાંક સહયોગીઓએ પુન:આપૂર્તિના ઉદ્દેશથી ઓઇલ માર્કેટને સંતુલિત કર્યુ.

નવી કિંમત

ગુરુવારે ચેન્નઇમાં પેટ્રોલમાં 40 પૈસા અને કલકત્તા તથા મુંબઇમાં 37 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આ સાથે જ દિલ્હી,કલકત્તા, મુંબઇ, અને ચેન્નઇમાં પેટ્રેલ અનુક્રમે 68.88 રૂપિયા, 71.53 રૂપિયા એને 71.47 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here