Thursday, August 5, 2021
No menu items!
Homeપેપ્સીકો ખેડૂતો પરના કેસો પાછા નહીં ખેંચે તો પ્રોડક્ટનો બહિષ્કાર કરવાની ચીમકી
Array

પેપ્સીકો ખેડૂતો પરના કેસો પાછા નહીં ખેંચે તો પ્રોડક્ટનો બહિષ્કાર કરવાની ચીમકી

મોડાસા: વિદેશી કંપની પેપ્સીકોએ બટાકાના ઉત્પાદક અને વેચાણ માટે ખેડૂતો ઉપર કરેલા કેસો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાછા ખેંચાવે તેવી રાષ્ટ્રિય કિશાન પરિષદે માંગણી કરી છે. વધુમાં રાષ્ટ્રિય કિશાન પરિષદના પ્રમુખ જયંતિ પટેલ અને મહામંત્રી મહાદેવ રબારીએ જણાવ્યું હતું કે પેપ્સીકો કંપની ખેડૂતો સામે કરેલા કેસો પાછા નહીં ખેંચે તો કંપનીની તમામ પ્રોડક્ટ ઉત્પાદનોના દેશવ્યાપી બહિષ્કારનું આંદોલન ડો. પ્રવિણભાઇ તોગડીયા દ્વારા આપવાની ચીમકી ઉચ્ચારી છે.

રાષ્ટ્રિય કિશાન પરિષદના પ્રમુખ અને મહામંત્રીએ જણાવ્યું છે કે વિદેશી કંપની પેપ્સીકોએ બટાકાના ઉત્પાદ અને વેચાણ માટે ગુજરાતના ખેડૂતો ઉપર કરેલા કેસો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાછા ખેંચાવે અને જો સરકાર કેસો પાછા નહીં ખેંચાવે તો ડો. પ્રવિણ તોગડીયા દ્વારા સ્થાપિત રાષ્ટ્રિય કિસાન પરિષદ દ્વારા પેપ્સીકો કંપનીની તમામ પ્રોડક્ટ ઉત્પાદનોના દેશવ્યાપી બહિષ્કારનું આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી છે.

વધુમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીએ ખેડૂતો ઉપર કરેલા કેસોએ ખેડૂતો ઉપર અત્યાચાર છે અને ખેડૂતોના અધિકાર ઉપર તરાપ સમાન ગણાવ્યું છે. તોગડીયાના માર્ગદર્શનમાં રાજ્યના પ્રત્યેક ગામડે વિદેશી કંપની પેપ્સીની પ્રોડક્ટની હોળી કરીને તેનો બહિષ્કાર કરવાનું દરેક શહેર અને ગામડામાં આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments