Wednesday, December 8, 2021
Homeપેરેન્ટ્સની દૃષ્ટિ નબળી હોય તો તેમના સંતાનોની દૃષ્ટિ પણ નબળી જ રહે,...
Array

પેરેન્ટ્સની દૃષ્ટિ નબળી હોય તો તેમના સંતાનોની દૃષ્ટિ પણ નબળી જ રહે, એવી માન્યતા ખોટી

હેલ્થ ડેસ્ક: સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે જો માતા-પિતાની દૃષ્ટિ નબળી હોય તો તેમના સંતાનોની દૃષ્ટિ પણ નબળી રહેશે. એટલે કે જો માવતરને આંખમાં ચશ્માં હોય તો તેમનાં સંતાનોને પણ ચશ્માં આવશે જ. પરંતુ આ વાત સાચી નથી. હકીકતમાં જોઇએ તો સત્ય વાત એ છે કે તેનો સંબંધ ઘણી હદ સુધી તમારા ખાન-પાન, તમારી જીવનશૈલી અને તમારી આદતો અથવા તો ટેવો સાથે જોડાયેલી છે. અને આંખની દૃષ્ટિ નબળી પડવાને એક રીતે કહીએ તો માતા-પિતાની નબળી દૃષ્ટિ સાથે કોઇ લેવા-દેવા નથી.

ભારતમાં 5 ટકા સ્કૂલના બાળકોને ચશ્મા પહેરવાની જરૂર

  • આંખના નિષ્ણાત તબીબ એવા પ્રખ્યાત ડો. પ્રશાંત ચૌધરી (આકાશ હેલ્થ કેર હોસ્પિટલ, દ્વારકા, નવી દિલ્હી)એ બાબત સારો પ્રકાશ પાડ્યો હતો. ડો. ચૌધરીના જણાવ્યા પ્રમાણે માતા-પિતાની આંખની દૃષ્ટિ નબળી હોવાનો અર્થ આમ બિલકુલ નથી થતો કે તેમના સંતાનોની આંખની દૃષ્ટિ નબળી જ રહેશે. હા, ગ્લૂકોમા અને માયોપિયા (દૂર સુધી જોવા માટેના ચશ્મા પહેરવા) જેવી બાબતો જેનેટિક સમસ્યા હોઇ શકે છે.
  • 200 કરતાં પણ વધારે એવા જીનની શોધ કરી લેવામાં આવી છે જેઓ માયોપિયાની સમસ્યા થવા માટે કારણરૂપ છે. આવી સ્થિતિમાં માતા-પિતા પૈકી કોઇ એક અથવા બંનેની નજર નબળી હોય તો બાળકો પર તેમની અસર પડવાની આશંકા વધી જાય છે.
  • તાઇવાનમાં 84 ટકા સ્કૂલના બાળકોને ચશ્મા પહેરવાની જરૂર હોય છે. જોકે, ભારતમાં આવા બાળકોની ટકાવારી 5 ટકા જ છે. એમ પણ થાય છે કે માતા-પિતાની આંખો ઠીક રહેતી હોય પણ તેમના સંતાનોને ચશ્મા આવી જતાં હોય છે.
  • ગ્રામીણ બાળકો (2.8 ટકા)ની તુલનામાં શહેરી બાળકો (6.9 ટકા)ની આંખો વધારે નબળી જોવા મળી છે. તેનું કારણ વીડિયો ગેમ, મોબાઇલ, સતત અભ્યાસ કે વાંચન અને ઘણી હદ સુધી લાઇફ સ્ટાઇલ જવાબદાર છે. જો માતા-પિતા નિયમિત રીતે બાળકોની આંખોની તપાસ કરાવે તો તેમને દૃષ્ટિની સમસ્યાથી બચાવી શકાય છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments