Friday, March 29, 2024
Homeપૈસાની લેતીદેતીના મામલમાં બે હોમગાર્ડ સહિત ત્રણ વ્યકિતઓ ઘવાયા
Array

પૈસાની લેતીદેતીના મામલમાં બે હોમગાર્ડ સહિત ત્રણ વ્યકિતઓ ઘવાયા

- Advertisement -

ગાંધીનગર જીલ્લાના દહેગામ પાસે આવેલા નહેરૂ ચોકડી વિસ્તારમાં બનેલી ઘટનાની પોલીસ સુત્રમાથી મળતી માહીતી મુજબ દહેગામ નહેરૂ ચોકડી વિસ્તારમા આવેલી મહાકાળી મોટર રિવાઇડીંગની દુકાન ધરાવતા અને વાસણા સોગઠી ગામના ગુલાબસિંહ પુનાજી ચૌહાણના પુત્ર જશુજીએ પાંચ માસ પહેલા બારીયા ગામના વિપુલ મશાભાઇ રબારી પાસેથી રૂ.૪૦હજાર લીધા હતા તેની રકમ પેટે ૨૦ હજાર પરત આપી દીધા હતા.

 

 

 

ત્યારે બે દિવસ પહેલા વિપુલભાઇએ દુકાને પોહ્ચી વ્યાજ સહિત રૂ. ૪૦ હજાર માંગણી કરતા જશુજીએ ૨૦ હજાર ચુકવી દીધા છે અને હવે ૨૦હજાર આપવાના નિકળે છે તેમ કહેતા વિપુલ સાથે આવેલા તેમના મળતિયાઓ કહેવા લાગ્યા કે અમે ૪૦ હજાર લઇશુ તેમ કહી જતા રહ્યા હતા અને રવિવારે બપોરના સમયે નિખિલભાઇ રબારી , ગોવિંદ ભાઇ રબારી સમાધાન કરવા માટે એક સ્થળે બેઠક લીધી ત્યા વિપુલભાઇ રબારી ,સંજયભાઇ રબારી ,ભરતભાઇ રબારી , વીશાલભાઇ રબારી વાતચિતમા મામલો બીચકતા આરોપીયો ફરીયાદી ગુલાબસિંહ પર લાકડીઓ અને ધોકાવડે હુમલો કરતા આરોપી ડાબા હાથે ફેકચર થયું હતુ અને સ્થળ પર  ફરજ જાવતા હોમગાર્ડ જવાનો બને વચ્ચે છોડાવા જતા તેમની પણ ગંભીર ઇજાઓ થતા બે હોમગાર્ડસ જવાનો એમ ત્રણ વ્યકિત ઘાયલ થતા સારવાર હેઠળ છે અને આમા નગરપાલીકા પુર્વ પ્રમુખ નિખિલભાઇ રબારીનો ઉલ્લેખ કરાયાની માહિતી સાભળી છે અને આબાબતે હુમલો કરવાના મામલે પાલિકાના પુર્વપ્રમુખ સહિત નવ સામે દહેગામ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ , CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular