પોતાને આગ લગાવનારી મહિલા બોલી- હવે મારો ગેંગરેપ નહીં થાય

0
39

યુપીના હાપુડમાં ગઈ 28 એપ્રિલના રોજ પોતાને આગ લગાવનારી મહિલા દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ સાથે જંગ લડી રહી છે. 80% સુધી બળી ગયેલ મહિલાને પહેલા તેના પિતાએ જ વેચી દીધી હતી. અને પાછળથી તેની સાથે ઘણીવાર ગેંગરેપ પણ થયો. મહિલાનું કહેવું છે કે હવે બળી ગયા બાદ મારો ગેંગરેપ કોઈ નહીં કરી શકે.

હવે ગેંગરેપ નહીં થાય….

અંગ્રેજી અખબાર સાથે વાતચીતમાં જણાવ્યું કે, ‘હું મરી જવા માંગું છું. કોઈ પણ આવી પીડા અને પજવણીમાંથી પસાર થવા નહીં માંગશે. પરંતુ કમ સે કમ હવે મારો રેપ નહીં કરી શકે કોઈ કારણ કે મારું શરીર બળી ગયું છે.’

મહિલાએ કહ્યું કે, ‘મારો બીજો પતિ શૈતાન હતો. તે તેના મિત્રો સાથે મળીને બળાત્કાર કરાવતો હતો. તે આવો હતો જેથી ઘણા લોકો એવું માનતા હતા કે હું આવી વસ્તુઓ માટે ‘ઉપલબ્ધ’ છું. મેં ઘણીવાર પોલીસ ફરિયાદ પણ કરી છે, પરંતુ દર વખતે તે કહેવામાં આવ્યું છે કે ‘તપાસ થઈ રહી છે’. મેં ઓક્ટોબર 2018 માં ફરિયાદ કરી હતી, પરંતુ એપ્રિલ 2019 સુધી એફઆઈઆર નોંધવામાં આવી નહોતી.

મહિલા અનુસાર, તેનો પતિ તેના પિતાનો જ મિત્ર હતો. તેનો પતિ તેને દરરોજ માત્ર મારતો જ ન હતો પરંતુ તેના મિત્રો સાથે મળીને બળાત્કાર પણ કરતો હતો. તેના પોતાના પિતા, બે ભાઈઓ અને બહેન પણ તેની મદદ કરવાનો ઇનકાર કર્યો હતો. મહિલાને ત્રણ બાળકો છે, જેમાંથી એક પ્રથમ પતિથી છે, એક બીજા પતિ અને એક બળાત્કાર પછીનું છે.

શું છે સમગ્ર મામલો?

હોસ્પિટલમાં દાખલ થયેલી મહિલા યુપીમાં 28 એપ્રિલના રોજ પોતાના ઘર પર આગ લગાવી હતી. આ પછી, મહિલાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં મહિલાએ તેણીની કહાની જણાવી હતી.વિડીયોમાં, મહિલાએ પોતાને વિધવા જણાવાઈ હતી અને દાવો કર્યો કે તેના પિતાએ તેને ફક્ત 10 હજાર રૂપિયા વેચી દીધા હતી. આ પછી, તેનો અનેક વખત ગેંગરેપ કરવામાં આવ્યો. જ્યારે મહિલાએ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચી. તો ત્યાં પણ નિરાશ મળી. બધી બાજુથી ઉમ્મીદ છોડ્યા પછી તેને પોતાની જાતને આગ લગાવી લીધી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here