પોન્ડમેન : રામવીરે ગામનાં તળાવોને નવજીવન કરવા મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી છોડી દીધી

0
26

નોઇડા: ગ્રેટર નોઇડાના એક એન્જિનિયર રામવીર તંવરે ભૂજળ સ્તરને બચાવવા માટે મલ્ટીનેશનલ કંપનીની નોકરીને તિલાંજલિ આપી દીધી. હાલ તે તળાવોને સાફ કરીને તેને નવજીવન આપવાનું કામ કરે છે. પોતાના આ અનોખા કામને લીધે તે ‘પોન્ડમેન’ તરીકે ઓળખાય છે. રામવીર હાલ દિલ્હીના તળાવને નવજીવન કરવાની કામગીરીમાં વ્યસ્ત છે.

‘પોન્ડમેન’ શોર્ટ ફિલ્મ વર્ષ 2021માં રિલીઝ થશે
આ વર્ષે નવેમ્બર મહિનામાં યુએન તરફથી કર્મવીર અવોર્ડ મળશે. આ ઉપરાંત કેનેડાના એક ડિરેક્ટર રામવીર પર આધારિત ‘પોન્ડમેન’ શોર્ટ ફિલ્મ પણ બનાવવાના છે, જે વર્ષ 2021માં રિલીઝ થશે.

‘સેલ્ફી વિથ ધ પોન્ડ’ અભિયાન
રામવીરના અભિયાનનું નામ ‘સેલ્ફી વિથ ધ પોન્ડ’ છે. આ અભિયાનમાં અત્યાર સુધી 1800 લોકો જોડાઈ ચૂક્યા છે. તેની શરૂઆત વર્ષ 2017માં કરી હતી. ઉલ્લેખનીય છે કે, રામવીરને અમેરિકા, કેનેડા અને ઇન્ડોનેશિયામાંથી સારો એવો સપોર્ટ મળ્યો છે.

‘તળાવની જાળવણી રાખતા શીખવાડું છું’
રામવીરે કહ્યું કે, તળાવને ફરીથી જીવિત કરવું સહેલું છે, પણ તેની જાળવણી કરવી તેટલી જ મહત્ત્વની છે. હું ગામના લોકોને પહેલાં તળાવનું મહત્ત્વ અને તેની જાળવણી કેવી રીતે કરવી તે શીખવાડું છું.

રામવીર જ્યારે 12માં ધોરણમાં ભણતો હતો, તે સમયે એક ઘટનાએ તેનું જીવન બદલી દીધું હતું. તેના ઘરે અમુક સમય પછી નળમાંથી પાણી આવવાનું બંધ થઈ ગયું. તે સમયે તેને ખબર પડી કે ભૂજળ 2 મીટર નીચે જતું રહ્યું છે, જેથી પાણી આવતું નથી. પર્યાવરણ બાબતે રામવીર જાગૃત થઈ ગયો. તે સમયે તેણે મનમાં નક્કી કરી લીધું હતું કે, તે કોઈ પણ સંજોગે ભૂજળનું સ્તર વધારવા માટે થાય તેટલી બધી કોશિશ કરશે. મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી છોડ્યા બાદ અત્યાર સુધી તે 12 તળાવોને નવજીવન કરી ચૂક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here