પોરબંદરના ખોબા જેવડા પારાવાડા ગામની ખેડૂતની પુત્રી વિમાન ઉડાવશે

0
61

પોરબંદર: કહેવત છે ને કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. આ કહેવતને સાર્થક કરી છે પોરબંદર નજીકના પંખીના માળા જેવડા પારાવાડા ગામની ખેડૂતપુત્રીએ. પોરબંદર નજીકના પારાવાડા ગામે ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા સામતભાઈ સીડાની પુત્રી લીલુબેન હાલમાં પાઈલોટની તાલીમ લઈ રહી છે. ટૂંક સમયમાં તેઓ પાઈલોટની તાલીમ પૂરી કરી આકાશને આંબશે.

લીલુબેન ધોરણ 5થી 12 સુધી પોરબંદરની જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરી ત્યારબાદ કોમર્શિયલ પાઈલોટ તરીકેના અભ્યાસ માટે અમદાવાદ ખાતે એવીએશન એન્ડ એરોનોટીકલ ફ્લાઈંગ ક્લબમાં એડમીશન લીધું હતું. તેઓએ તાલીમ દરમિયાન હાલમાં સ્ટુડન્ટસ પાઈલોટ લાઈસન્સ મેળવી ટ્રેનિંગ માટે આકાશમાં વિમાન ઉડાવી રહી છે. હવે આગામી 100 કલાકની તાલીમ પૂર્ણ કરી ત્યારબાદ ઓફિશીયલ તરીકે કોમર્શિયલ પાઈલોટ તરીકે આકાશમાં વિમાન ઉડાવશે.

આમ, પોરબંદર વિસ્તારના હળ ચલાવતા એક સામાન્ય ખેડૂતની પુત્રી પાઈલોટ બની આકાશમાં વિમાન ઉડાડવા જઈ રહી છે. ત્યારે મહેરસમાજ અને સમગ્ર પોરબંદર વિસ્તાર માટે ગૌરવની વાત છે. લીલુબેન સીડાએ મેળવેલી આ સફળતા માટે જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ અને બરડા સામાજીક વિકાસ સમિતિના ઉપપ્રમુખ લાખણશીભાઈ ગોરાણીયાએ અભિનંદન પાઠવ્યા હતા. આજના જમાનામાં બેટી પઢાવો બેટી વધાવોના નારા ભલે લાગતા હોય પરંતુ પારાવાડાના સામાન્ય ખેડૂત પરિવારના સામતભાઈએ વર્ષો પહેલા જ જ્યારે બેટી પઢાવો અને બેટી વધાવોના અભિયાન વિષે લોકો અજ્ઞાત હતા તે સમયે જ સામતભાઈએ પુત્રીને ઉચ્ચશિક્ષણ માટે પ્રેરણા આપી હતી અને હાલ આંગણે પુત્રી પાઈલોટનો યુનિફોર્મ પહેરીને આવે ત્યારે વધાવવાની રાહ જોઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here