Monday, September 20, 2021
Homeપોરબંદર કોસ્ટગાર્ડ જેટી પરથી ઇન્ટર સેપ્ટર બોટ C-445 તરતી મુકાઈ,
Array

પોરબંદર કોસ્ટગાર્ડ જેટી પરથી ઇન્ટર સેપ્ટર બોટ C-445 તરતી મુકાઈ,

પોરબંદર: 1600 કી.મી. લાંબો દરિયાકિનારો ધરાવતા અને પાકિસ્તાન સાથે સમુદ્રી સીમા ધરાવતા ગુજરાત રાજ્યની દરિયાઈ સુરક્ષાને લોખંડી બનાવવાના હેતુથી તટરક્ષક દળ દ્વારા આજે તેના પોરબંદર સ્થિત હેડક્વાર્ટરને ઇન્ટર સેપ્ટર પ્રકારની પેટ્રોલિંગ બોટ સી-445 ફાળવવામાં આવતા આજે તેનું વિધિવત ઇનોગ્રેશન કરાયું હતું.

ગુજરાત ફ્રન્ટ લાઈન સ્ટેટ હોવાને લીધે ગુજરાતના દરિયાકિનારાની સુરક્ષામાં વધારો કરવા કોસ્ટગાર્ડ સતત પ્રયત્ન શીલ રહે છે. જેના ભાગરૂપે ગુજરાતને અતિઆધુનિક પેટ્રોલિંગ જહાજો શીપ તથા હેલિકોપ્ટરની સુવિધા વધુને વધુ ફાળવવામાં આવી રહી છે. જેના ભાગ સ્વરૂપે આજે પોરબંદર કોસ્ટગાર્ડની જેટી પરથી વધુ એક પેટ્રોલિંગ શીપ ઇન્ટર સેપ્ટર સી-445 ને સમુદ્રમાં તરતી મુકવામાં આવી હતી. 27 મીટર લાંબી અને 106 ટન વજન ધરાવતી સી-445 કલાકના 45 નોટીકલ માઈલની ઝડપ ધરાવતી આ બોટ ક્યાંય પણ જવા માત્ર અડધા કલાકમાં તૈયાર થઇ જાય છે. 12.7 એચ.એન.જી. ઉપરાંત હેવી અને લાઈટ મશીનગન, ધરાવતી આ બોટમાં સેલ્ફ લોડીંગ રાયફલ સાથે 1 કમાન્ડીંગ ઓફિસર અને 13 જવાનો તૈનાત રહે છે. આ શીપના ઇનોગ્રેશન સેરેમની દરમિયાન કોસ્ટગાર્ડનાં ઉચ્ચ અધિકારીઓ તથા કલેક્ટર, ડી.એસ.પી અને માછીમાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પોરબંદર કોસ્ટગાર્ડ આધુનિક આયુધોથી સજ્જ: પોરબંદર કોસ્ટગાર્ડ હાલ આ પ્રકારની 14 ઇન્ટર સેપ્ટર પેટ્રોલિંગ બોટ છે. તે ઉપરાંત પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડના એર ઇન્ક્લીવમાં 4 ડોનીયર અને 12 હેલીકોપ્ટરનો કાફલો ધરાવે છે. મોટા ભાગે મેડીકલ ઇવેક્યુંએશનમાં અતિ ઉપયોગી એવી આ પ્રકારની બોટમાં ડોક્ટર ઉપરાંત મેડીકલ સુવિધા મોટી શીપ સુધી ખુબ ઝડપી પહોચાડી શકાય છે.

હજુ અનેક જહાજ અને હેલીકોપ્ટર જોડાશે: આ તકે કોસ્ટગાર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી સમયમાં હજુ આ પ્રકારની વધુ ઈન્ટરસેપ્ટર બોટ ઉપરાંત જહાજો અને હેલિકોપ્ટર હોય તેવા મોટા જહાજ ઉપરાંત વધુ એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર કોસ્ટગાર્ડમાં જોડાશે. જેથી 2021 સુધી કોસ્ટગાર્ડના બેસીંગ પ્લાન સુધીમાં કોસ્ટગાર્ડની ક્ષમતામાં ભારે વધારો થશે. આ તમામ આયુધો પોરબંદર, ઓખા, વાડીનાર અને જખૌથી ઓપરેટ કરવામાં આવશે.

નારકોટીક્સ પકડી પાડવામાં આ પ્રકારની બોટનો સિંહફાળો: આ પ્રકારની બોટ કોસ્ટગાર્ડને પેટ્રોલિંગ કરવામાં ખુબ ઉપયોગી થાય છે. થોડા મહિના પહેલા પોરબંદર નજીક દરિયામાંથી પકડાયેલ જંગી નારકોટીક્સના જથ્થાને આ પ્રકારની બોટ દ્વારા જ પકડી પાડવામાં આવ્યો હતો. આ પ્રકારની બોટ 8 કલાક પેટ્રોલિંગ કરે છે પરંતુ તેમાં હરહંમેશ ત્રણ દિવસ સુધી ચાલે તેટલા પાણી અને ઇંધણનો જથ્થો હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments