Wednesday, September 22, 2021
Homeપોરબંદર નજીકના દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ બોટ મળી આવતા પોલીસ સતર્ક બની
Array

પોરબંદર નજીકના દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ બોટ મળી આવતા પોલીસ સતર્ક બની

પોરબંદર:દરિયા નજીક બોટ એસોસીએશન ગૃપના એક સદસ્યને મળેલી માહિતી પ્રમાણે પોરબંદર નજીકના વિસ્તારમાં દરિયામાં અજાણી બોટ શંકાસ્પદ હાલતમાં હોવાનો ફોટો શેર કર્યો હતો. જેથી તાત્કાલીક SOG, મરીન પોલીસ, માધવપુર પોલીસ  અને મરીન ટાસ્ક ફોર્સે તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી હતી અને ઈન્ટરસેપ્ટર બોટ મારફતે દરિયાઈ પેટ્રોલીંગ સઘન બનાવી શંકાસ્પદ બોટને માધવપુર સામેના દરિયામાંથી આંતરીને ચેકીંગ હાથ ધર્યું હતું.

ચેકીંગ હાથ ધરાતા આ બોટ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર ગામે રહેતા યુનુસ આદમ મન્સુરીની માલિકીની ‘પ્રેમસાગર’ બોટ ર જી. નં. GJ 15 MM 3855 હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. બોટના ટંડેલ તરીકે માલિક પોતે યુનુસ ઉપરાંત ખલાસીમાં અલ્તાફ યુનુસભાઈ મન્સુરી, ગફુર હાજી ચૌહાણ, ઝુબેર યુસુફ મનસુરી, યાસીન જુમ્માભાઈ બેલીમ અને રજાક શબ્બીર મેર તથા શોયબ ગફુરભાઈ થૈયમ હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. આ બોટ ફિશીંગ માટે 2/3/19 ના જખૌ બંદરથી નવા બંદર રવાના થઈ હતી અને પોરબંદર નજીકથી પસાર થતી હતી. જેથી સુરક્ષા એજન્સીઓએ બોટ અંગેની દસ્તાવેજી ચકાસણી હાથ ધરી તપાસ કર્યા બાદ આ બોટને મુક્ત કરવામાં આવી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments