પોલીસને આશંકા સુશાંતે એક નહીં બે વખત આપઘાતનો કર્યો હતો પ્રયાસ

0
2
પોલીસને આશંકા સુશાંતે એક નહીં બે વખત આપઘાતનો કર્યો હતો પ્રયાસ
પોલીસને આશંકા સુશાંતે એક નહીં બે વખત આપઘાતનો કર્યો હતો પ્રયાસ
  • હાલમાં પોલીસે આ કુર્તો ફોરેન્સિક લેબમાં રાખ્યો છે. હવે તપાસ કરવામાં આવી રહી છે કે આ કુર્તો કોઈ એક વ્યક્તિનો વજન ઉઠાવવામાં સક્ષમ છે કે નહીં.

મુંબઈ: સુશાંત સિંઘ રાજપૂતની આત્મહત્યા થયા બાદ ચારેકોર તેમની મૃત્યુની જ ચર્ચા છે. સુશાંત સિંઘ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ આપઘાત હોવાનું જણાવ્યું છે. પરંતુ પોલીસે હાથ ધરેલી તપાસમાં ઘણી નવી બાબતો બહાર આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર જે રૂમમાં સુશાંત સિંઘ રાજપૂતે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો તે રૂમમાં બાથરોબ (સ્નાન કરીને પહેરવાનાં સાદા કપડાં)ના ટૂકડા પડેલાં હતા. હવે પોલીસને શંકા છે કે સુશાંતે પંખે લટક્યા પહેલાં પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હશે પરંતુ તે સફળ થઈ શક્યો નહીં હોય.

પોલીસને એવી પણ શંકા છે કે સુશાંતે પહેલાં બાથરૂમમાં તેના બાથરોબનો ફંદો બનાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે તૂટી ગયું હશે. આ રીતે સુશાંત પ્રથમ વખત આત્મહત્યા કરવામાં સફળ થઈ શક્યો નહીં.

જે બાદ સુશાંત સિંઘ રાજપૂતના કબાટમાં કપડા પણ વેર વિખેર હાલતમાં મળી આવ્યા છે. જેના કારણે પોલીસને શંકા છે કે બાથરોબ તૂટી ગયા બાદ તેણે લીલા રંગના કુર્તા વડે ફંદો બનાવીને મોતને વ્હાલુ કરી લીધું.

સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ સુશાંતના ઘરે પહોંચી ત્યારે તેની બહેન અને રૂમમાં હાજર લોકોએ તે લીલો કુર્તા કાપીને સુશાંતનો મૃતદેહ નીચે ઉતારી લીધો હતો. હાલમાં પોલીસે આ કુર્તો ફોરેન્સિક લેબમાં રાખ્યો છે. હવે તપાસ કરવામાં આવી રહી છે કે આ કુર્તો કોઈ એક વ્યક્તિનો વજન ઉઠાવવામાં સક્ષમ છે કે નહીં.