પોલીસમાં પાસ થનારને નિમણુક પત્ર આપવા 3 કરોડનો ધૂમાડો કરાયો

0
40

પ્રજાના ટેક્સના પૈસાને સરકારી કાર્યક્રમના નામે કેવી રીતે ઉડાડવા તે ભાજપ પાસેથી શિખવા જેવુ છે. હવે ભાજપ સરકારે પ્રજાની વાહવાહી મેળવવાનો નવો કીમીયો શોધી કાઢ્યો છે. સરકારી નોકરી મેળવવામાં સફળ ઉમેદવારોને સરકાર પ્રમાણપત્ર આપી પ્રતિષ્ઠા મેળવી રહી છે. થોડાક વખત અગાઉ પોલીસ ભરતીમાં ઉર્તિણ થયેલાં ઉમેદવારોને નિમણૂક પત્ર આપવા રિવરફ્રન્ટ પર જાણે ભવ્ય કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેની પાછળ સરકારે રૂપિયા ત્રણ કરોડનો ધૂમાડો કર્યો હતો.

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર યોજાયેલા કાર્યક્રમમાં 1.94 કરોડનો ખર્ચ

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર યોજાયેલા કાર્યક્રમમાં મંડપ ડેકોરેશન, એલઇડી સ્ક્રિન સહિત પાછળ રૂ.૧.૯૪ કરોડનો ખર્ચ કરાયો છે. જયારે ભોજન, ચા, પાણી અને નાસ્તા પાછળ રૂ.૪૧.૩૯ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પોલીસમાં પસંદ થયેલાં ઉમેદવારો સહિત ભીડ એકઠી કરવા લોકોને લાવવા લઇ જવા એસટી બસો ભાડે લવાઇ હતી. જેના પાછળ જ રૂ. ૩૦ લાખનો ખર્ચ કરાયો હતો. આ કાર્યક્રમમાં આવનારાં માટે ટીશર્ટ અપાઇ હતી. રૂ. ૩૪ લાખની તો ટી-શર્ટ ખરીદાઇ હતી. સાડા છ લાખનો પરચુરણ ખર્ચ કરવામાં આવ્યો હતો.

પ્રજાના પૈસે પક્ષની નામના કરવામાં આવી

પોલીસમાં ઉત્તીર્ણ થયેલાં ઉમેદવારોને અત્યાર સુધી પોસ્ટમાં દ્વારા જ જાણ કરવામાં આવતી હતી. હવે ભાજપ સરકારે જાણે ખુદ સરકારી નોકરી આપી હોય તેવો ઉમેદવારોને અહેસાસ કરાવવા પ્રજાના પૈસાનું પાણી કરવા માંડયુ છે. પ્રજાના પૈસે પક્ષની નામના કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here