પોલીસ અને ઈ-મેમોથી બચવા યુવકે ખોટી નંબર પ્લેટ લગાડી પણ ડ્રાઈવમાં પકડાઈ ગયો

0
42

અમદાવાદ: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઝોન-4 વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવનું આયોજન પોલીસે કર્યું હતું. શાહીબાગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ડ્રાઈવ દરમ્યાન ઘેવર સર્કલ પાસે બાઈકચાલકને બાઈક પર ખોટી નંબર પ્લેટ સાથે ઝડપી પાડ્યો હતો. યુવકે ઈ-મેમોના દંડથી બચવા આગળ પાછળ અલગ નંબર પ્લેટ લગાડી હતી.

સિરીઝ એક જ માત્ર નંબર જ અલગ

ગઈકાલે ઝોન-4માં યોજાયેલી ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન શાહીબાગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઘેવર સર્કલ પાસે હાજર હતા ત્યારે હેલ્મેટ વગર બાઈકચાલક આવતા પોલીસે તેને રોક્યો હતો. પોલીસ તેનો મેમો બનાવતી હતી ત્યારે નંબર પ્લેટ જોતા આગળ અને પાછળની નંબર પ્લેટમાં સિરીઝ એક જ હતી માત્ર નંબર જ અલગ અલગ હતા. પોલીસે તેનું નામ પૂછતાં દેવેન્દ્ર પટેલ (રહે. પર્ણકુંજ સોસાયટી, મેઘાણીનગર)હોવાનું જણાવ્યું હતું. પોલીસથી અને ઈ-મેમોના દંડથી બચવા માટે તેણે અલગ અલગ નંબર પ્લેટ લગાડી હતી.

અન્ય કોઈ ગુનો કર્યો છે કે કેમ તેની તપાસ કરાશે

દેવેન્દ્ર પટેલની શાહીબાગ પોલીસે ખોટી નંબર પ્લેટ લગાડી છેતરપીંડી કરી હોવાના ગુનામાં ધરપકડ કરી બાઈક પર અલગ અલગ નંબર પ્લેટ લગાડી અને અન્ય કોઈ ગુનો કર્યો છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here