પોલીસ પર નજર રાખવા લિસ્ટેડ બૂટલેગરે ઘરની બહાર CCTV લગાવ્યા

0
41

અમદાવાદ: ચંડોળા તળાવ પાસેની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 300થી વધુ પોલીસ કાફલાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચમાં ચંદા નામની લિસ્ટેડ બૂટલેગરના ઘરે તપાસ કરતાં ઘરની બહાર સીસીટીવી લગાવેલા મળી આવ્યા હતા.

પોલીસની રેડ પડે તો તેના પર નજર રાખવા આ સીસીટીવી કેમેરા લગાવ્યા હતાં. ઘર બહાર લોક કરી વોચ માટે પાલતુ ડોગ પણ રાખેલા જોવા મળતા પોલીસે ઘરનું તાળું તોડી તપાસ કરી અને તપાસ કરતા ઘરમાંથી દેશી દારૂ મળી આવતા અગાઉની પ્રવૃત્તિ જાણવા DVR પણ કબ્જે કરવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે ચંદા સામે પ્રોહિબિશનનો ગુનો પણ નોંધ્યો છે.

સર્ચ દરમિયાન પોલીસે વાહન ચેકિંગ પણ હાથ ધર્યું હતું. જેમાં 43 જેટલા વાહન ચાલકો પાસે વાહનના કાગળ મળી આવ્યા ન હતા. જેથી તે વાહનોને ડિટેઈન કરી લીધા હતા. નાસતા ફરતા 45 જેટલા આરોપીઓને સમન્સ પાઠવી 6૦૦ જેટલા ઘરોમાં વેરિફિકેશન કામગીરી કરી હતી. 65 જેટલા જાણીતા ગુનેગારોની પણ તપાસ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here