Wednesday, December 8, 2021
Homeપોલીસ સ્ટેશનમાં ગેંગવોરના બે આરોપીને પોલીસે મુરઘા બનાવ્યા, 'કૂકડે કૂક' કરતો વીડિયો...
Array

પોલીસ સ્ટેશનમાં ગેંગવોરના બે આરોપીને પોલીસે મુરઘા બનાવ્યા, ‘કૂકડે કૂક’ કરતો વીડિયો વાયરલ

વડોદરાઃ વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના બિચ્છુ ગેંગના તન્નુ અને જુગારના ધંધામાં સંડોવાયેલા નઈમ વચ્ચે ગઇકાલે સોમવારે પાણીગેટ પોલીસ સ્ટેશનની અંદર જ ગેંગવોર થઇ હતી. જેમાં બિચ્છુ ગેંગના તનવીર મલેક ઉર્ફે તન્નુ અને અજબડી મીલમાં મોટાપાયે આંકડા જુગારનો અડ્ડો ચલાવતા અફઝલખાન પઠાણ ઉર્ફે અન્નુ સહિત 7 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ આજે અન્નુ અને તન્નુને પોલીસે મુરઘો બનાવી કૂકડે કૂક… કરાવતો વિડીયો વાયરલ થયો છે.

અન્નુ અને તન્નુનો કૂકડે કૂડનો વીડીયો વાયરલ

સોશીયલ મિડીયામાં વાયરલ થયેલા વીડિયોમાં આરોપી અન્નુ કૂકડો બનીને કાન પકડીને બોલે છે.. ‘સર મેં અફઝલખાન ઉર્ફે અન્નુ કૂકડો બની ગયો છું, આજ કે બાદ ઝઘડા નહીં કરૂંગા, કૂકડે કૂક…કૂકડે કૂક..’ અને તનવીર ઉર્ફે તન્નુ કહે છે કે, આજ કે, બાદ કભી ઝઘડા નહીં કરૂંગા, ઓર મેં મુરઘા બન ગયા હું… કૂકડે… કૂક.. કૂકડે.. કૂક…

મારામારીને કારણે પોલીસ આરોપીઓને પોલીસ સ્ટેશનમાં લાવી હતી

યાકુતપુરાના ગુલામ મોઇનુદ્દીન અને મોહંમદ સાજિદ અરબ વચ્ચે ગત 23 ડિસેમ્બરે થયેલા ઝઘડાના મામલે સમાધાનની પ્રક્રિયા દરમિયાન સોમવારે બપોરે 4:30 વાગે બિચ્છુ ગેંગનો સાગરિત તનવીર ઉર્ફે તન્નુ તેના ડ્રાઇવર સાથે કારમાં પાણીગેટ તરફ આવતો હતો. આ સમયે સામા પક્ષના નઇમ અને અસ્ફાક એક્ટિવા પર હતાં. બંનેના વાહનો વચ્ચે ટક્કર થતાં તન્નુના ડ્રાઇવરે પાણીગેટ પોલીસ સ્ટેશનની સામે જ એક્ટિવાને આંતરી કારમાંથી ઉતરી નઇમને લાફા ઝીંક્યા હતાં. મારામારીના પગલે ટ્રાફિક જામ થતાં પોલીસ કર્મીઓ ચારેયને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં લઇ આવી હતી.

પોલીસની આબરૂના ધજાગરા ઉડાડી દીધા હતા

નામચીન હુસેન તેના સાગરિતો સાથે પોલીસ સ્ટેશનમાં ધસી ગયો હતો અને પોલીસ કર્મીઓની સામે જ તન્નુ સાથે છુટ્ટાહાથની મારામારી કરી હતી. ગેંગે પોલીસ સ્ટેશનના વાયરલેસ સેટ, કી બોર્ડ અને હેલ્મેટ પણ ફેંકી દઇ પોલીસની આબરૂના ધજાગરા ઉડાડી દીધા હતાં. એક શખ્સને ટેબલ વાગતા માથામાં ઇજા થઇ હતી. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં થયેલી ગેંગવોરમાં પોલીસે શેખ નઇમ અકબરઅલી, દિવાન અશફાક રજ્જબશાહ, શેખ રિફાકત  અકબરઅલી, હુસેનખાન ઉસ્માનખાન પઠાણ ઉર્ફે હુસેન, અખઝલખાન ઉસ્માનખાન પઠાણ ઉર્ફે અન્નુ, તનવીર ઉર્ફે તન્નુ શબ્બીર મલેક અને મોઇનખાન ઇદ્રીશખાન પઠાણની ધરપકડ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments