પોલેંન્ડની 11 વર્ષની બાળકીએ PM મોદીને લખ્યો પત્ર, કરી આ માંગણી

0
11

પોલેન્ડની 11 વર્ષની અલિસ્જા વાનાટકોએ વિશેષ વિનંતી સાથે ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી પોતાના હાથથી પત્ર લખી એક ઇચ્છા વ્યક્ત કરી છે. અલિસ્જાએ વડા પ્રધાન અને વિદેશમંત્રીને ઇચ્છા વ્યક્ત કરતા કહ્યુ છે કે, થોડા સમય પહેલા ગોવા તેનું ઘર હતું અને ફરી એકવાર તેને ત્યાં રહેવાની મંજૂરી આપવી જોઈએ. છોકરીએ કહ્યું કે તે ભારત પરત ફરવા માંગે છે જ્યા તેનુ અને તેની માતાનું ઘર છે.

અલિસ્જાએ પીએમ મોદી અને નવા વિદેશમંત્રી એસ. જયશંકરને અપીલ કરી છે કે તે અને તેની માતાને ફરીથી ગોવામાં રહેવાની છૂટ આપવામાં આવે. પત્રમાં તેણીએ લખ્યું હતું કે, તે ગોવામાં તેમના જૂના જીવનને બહુ યાદ કરે છે અને સાથે ભારતમાં મળેલા સુખી ક્ષણો પણ યાદ કરે છે. તેણીએ લખ્યું, ‘મને ગોવામાં મારી સ્કૂલથી ઘણો પ્રેમ છે, મને ત્યાના સુંદર પ્રાકૃતિક દ્રશ્યો અને પ્રાણીઓનાં બચાવ કેન્દ્રમાં ગાયોની સંભાળ રાખવાની પોતાની દિનચર્યા બહુ યાદ આવી રહી છે.’ અલિસ્જાની માતાએ તેના પત્રને Twitter પર શેર કર્યો છે.

11 વર્ષીય છોકરીએ પત્રમાં જણાવ્યું કે, થોડા સમય માટે તેની માતા દેશની બહાર ગઇ અને ત્યારબાદ તેઓને ભારત પરત આવવાની મંજૂરી ન મળી. બાળકીનાં જણાવ્યા અનુસાર, 24 માર્ચ પછી મારી માતા ભારત પરત ન આવી શકી કારણ કે તેમને જણાવવામાં આવ્યુ કે અમારા રોકાણનો ગાળો ખતમ થઇ ચુક્યો છે. આ કારણોસર, અમને બ્લેકલિસ્ટેડ પણ કરવામાં આવ્યા છે. જો કે, તે અમારી ભૂલ નથી. “અલિસ્જાએ લખ્યું કે, ‘હું હવે મારી માતા સાથે છુ, પરંતુ મારા જૂના જીવનને હુ ઘણી યાદ કરુ છુ

અલિસ્જાએ વડાપ્રધાન મોદીને વિનંતી કરતા જણાવ્યું કે, તેનું અને તેની માતાનું નામ બ્લેકલિસ્ટથી હટાવી દેવામાં આવે અને તેમને ફરીથી ગોવામાં રહેવાની મંજૂરી આપે. અલિસ્જા માતા મારતુશકા કોતલાસસ્કાએ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને પોતાની દિકરીને મળવા દેવાની વિનંતી કરી હતી. મારતુશકાને બેંગલોર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વિઝા સમયગાળા કરતાં વધુ લાંબા સમય સુધી રહેવાનાં કારણે ડિટેન કરવામાં આવી હતી. ત્યાર બાદમાં મારતુશકાને માનવતાનાં ધોરણે પરત આવવાની મંજૂરી મળી અને થોડા દિવસોમાં તેને ભારત છોડી પાછા ફરવુ પડ્યુ હતુ. હાલમાં, માતા અને પુત્રી બંને કંબોડિયામાં રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here