Tuesday, September 21, 2021
Homeપ્રચારના શોખીન નેતાઓ : 15510 લખાણો પર કુચડો ફેરવાયો, 1878 પોસ્ટર અને...
Array

પ્રચારના શોખીન નેતાઓ : 15510 લખાણો પર કુચડો ફેરવાયો, 1878 પોસ્ટર અને 3737 બેનર્સ ઉતારી લેવાયા

લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં અમદાવાદ મ્યુનિ. દ્વારા પ્રચારાત્મક રાજકીય પોસ્ટરો, બેનરો, ઝંડીઓ ઉતારવાની કામગીરી ચાલી રહી છે. દિવાલ પરના લખાણો પર ચુનાનો કુછડો મારી દેવામાં આવે છે. ક્યાંય મોટા કદના પોસ્ટર રહી ગયા હોય તો વિરોધી પાર્ટી ફરિયાદ પણ કરતી હોય છે.

મ્યુનિ. દ્વારા આજે જુદા જુદા વિસ્તારોમાંથી 18 પોસ્ટર્સ- બેનર્સ, 74 જેટલી ઝંડીઓ તેમજ અન્ય સાહિત્ય ઉતરાવી લેવામાં આવ્યું છે. જ્યારે 104 લખાણો પર કુછડો ફેરવી દેવામાં આવતા અત્યાર સુધીમાં 24787 આ પ્રકારની બાબતો સામે આચારસંહિતા જાહેર થયા બાદ પગલા લેવાયા છે. એએમટીએસ અને બીઆરટીએસની મિલ્કતોને પણ આ કાર્યવાહીમાં આવરી લેવામાં આવી છે.

સૌથી વધુ પ્રાઇમ લોકેશન નદી પરના નહેરૃબ્રિજ, એલિસબ્રિજ, સરદાર બ્રિજ, સુભાષ બ્રિજ ગણાય છે. આશ્રમ રોડ અને સી.જી. રોડ અત્યાર સુધી અગત્યના ગણાતા હતા, તેમાં એસ.જી. હાઇવેનો ઉમેરો થયો છે. અત્યાર સુધીમાં દિવાલ પરના 14510 લખાણો પર કુછડો ફેરવાયો છે. 1878 પોસ્ટર અને 3737 બેનર્સ ઉતરાવી લેવાયા છે ઝંડી તેમજ અન્ય 4662 ચીવસ્તુ જપ્ત કરાઈ છે. મ્યુનિ.ના ટીડીઓ- એસ્ટેટ ખાતા દ્વારા દબાણો ગાડીઓ લઈને રોજ આ અંગે તમામ ઝોનના મુખ્ય રસ્તાઓ પર ફરવામાં આવે છે અને ચૂંટણીના પોસ્ટર્સ- બેનર્સ સામે પગલા લેવાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments