Tuesday, September 28, 2021
Homeપ્રચાર કરવા પહોંચેલા BJPના આ દિગ્ગજ નેતાને જોઇને લાગ્યા 'ગો બેક'ના નારા
Array

પ્રચાર કરવા પહોંચેલા BJPના આ દિગ્ગજ નેતાને જોઇને લાગ્યા ‘ગો બેક’ના નારા

દિલ્હી: કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ બિહાર પહોંચ્યા છે. પોતાના સંસદીય વિસ્તારની મુલાકાત માટે તેઓ હાલ પટના એરપોર્ટ પર પહોંચ્યા તો ભાજપના જ સમર્થકો અંદરો અંદર બાખડ્યા. પટના એરપોર્ટ પર રવિશંકર પ્રસાદ પહોંચ્યા તો એરપોર્ટ બહાર તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.

ત્યારે પટના એરપોર્ટ પર રવિશંકર પ્રસાદ વિરૂદ્ધ નારા લાગ્યા.આર.કે.સિન્હાના સમર્થકોએ નારેબાજી કરી કે, રવિશંકર પ્રસાદ પાછા જાઓ. ત્યારે ભાજપના જ કાર્યકર્તાઓ અંદરો અંદર બાખડ્યા હતા. રવિશંકર પ્રસાદ અને આર.કે.સિન્હાના સમર્થકો થોડી વાર માટે આમને સામને આવી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, રવિશંકર પ્રસાદને પટના સાહિબ સંસદ બેઠક પરથી લોકસભા ચૂંટણી માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે આર.કે.સિન્હા પણ આ જ બેઠક પરથી ઉમેદવારની રેસમાં હતા. જોકે, હાલ શત્રુઘ્ન સિન્હા આ સીટના સાંસદ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments