પ્રજાસત્તાક દિને ઓખાના દરિયામાં શંકાસ્પદ જહાજ દેખાતા સુરક્ષા એજન્સી કામે લાગી

0
20

દ્વારકા: પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ઓખાના દરિયામાં શંકાસ્પદ જહાજ દેખાતા સુરક્ષા એજન્સીઓ કામે લાગી હતી. જો કે તપાસના અંતમાં બધું વ્યવસ્થિત હોવાનું જણાતા તંત્રને હાશકારો થયો હતો.

દ્વારકા કોસ્ટગાર્ડને જહાજ દેખાતા સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી હતી. જેથી મરીન પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ અને આઈબી સહિતની સુરક્ષા એજન્સીઓ વહાણના લોકેશન મેળવવામાં કામે લાગી ગઈ હતી. વહાણને ઝડપી ઓખા બંદર પર લાવવામાં આવ્યું હતું અને તપાસ શરૂ કરવામાં આવી હતી. સઘન તપાસના અંતે બધુ સામાન્ય લાગતા વહાણને જવા દેવામાં આવ્યું હતું.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here