Wednesday, December 8, 2021
Homeપ્રજાસત્તાક પર્વ પર પરિવાર સાથે જંગલ તરફ નિકળ્યા અક્ષય કુમાર, જુઓ PHOTOS
Array

પ્રજાસત્તાક પર્વ પર પરિવાર સાથે જંગલ તરફ નિકળ્યા અક્ષય કુમાર, જુઓ PHOTOS

આજે દેશભરમાં 70મો પ્રજાસત્તાક દિવસ મનાવાઈ રહ્યો છે. આજના દિવસે દરેક લોકો દેશપ્રેમના રંગમાં રંગાયેલા છે. જ્યાં સવારે વિક્કી કૌશલે હાથમાં તિરંગો લહેરાવીને તસ્વીર શેર કરી. તો અમૂક સ્ટાર્સે પોતાના અંદાજમાં દેશવાસીઓને રીપબ્લિક ડેની શુભેચ્છા આપી. તો હાલમાં જ અક્ષયકુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી છે.

https://www.instagram.com/p/BtF4HNSBdGL/?utm_source=ig_embed

આ તસ્વીરમાં અક્ષયના હાથમાં જ્યાં તિરંગો છે તો તેની પત્ની ટ્વિન્કલ ખન્ના અને નિતારા સ્પોર્ટસ શૂઝ પહેરીને જંગલની તરફ ચાલીને જોવા મળી રહ્યાં છે. આ સાથે જ અક્ષયે કેપ્શનમાં લખ્યું, સવારે ઉઠીને પરીવારની સાથે હાઈકિંગ કરવા જઈ રહ્યો છું. #RepublicDay spirit.

https://www.instagram.com/p/BtFtfXVHR-n/?utm_source=ig_embed

વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય હાલમાં ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં અક્ષય સિવાય કરીના કપૂર ખાન, દિલજીત દોસાંઝ, કિયારા અડવાણી મુખ્ય કિરદારમાં છે. ફિલ્મની કહાની બે અલગ-અલગ જનરેન્સના પ્રેમને દર્શકોની સામે રજૂ કરશે. જ્યાં કરીના અને અક્ષય પતિ-પત્નીના રૂપમાં જોવા મળશે, તો દિલજીત અને કિઆરા ન્યૂ-એજ કપલના રૂપમાં જોવા મળશે. ફિલ્મ 19 જુલાઈ, 2019ના રોજ રીલીઝ થશે. આ સિવાય અક્ષય ફિલ્મ ‘કેસરી’માં જોવા મળશે. જેમાં તેમની સામે પરિણીતા ચોપડા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments