Monday, September 20, 2021
Homeપ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો વિરોધ / વડગામ: સકલાણા પ્રાથમિક શાળામાં દિવ્યાંગની નિમણૂંક સામે વાલીઓનો...
Array

પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો વિરોધ / વડગામ: સકલાણા પ્રાથમિક શાળામાં દિવ્યાંગની નિમણૂંક સામે વાલીઓનો શિક્ષણનો બહિષ્કાર

વડગામ: તાલુકાના સકલાણા ગામની પ્રાથમિક શાળામાં વધુ એક પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની નિમણુંક કરતા વાલીઓએ બાળકોને સ્કૂલમાં ભણવા માટે ન મોકલી શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. નિમણુંક રદ કરવા જિલ્લા શિક્ષણાધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ વારંવાર ગ્રામજનોએ લેખિત રજૂઆત કરવા છતાં જવાબદાર અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરતાં હોય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે. તો પ્રજ્ઞાચક્ષુ શિક્ષકના વિરોધને પગલે સ્થાનિક તંત્ર કે ધારાસભ્ય કેવો પક્ષ રાખે છે તે અગત્યનું બને છે.
નરેન્દ્ર મોદી દિવ્યાંગોનો સશક્ત કરવા કહે છે
ગુજરાતની ગાદી છોડીને દિલ્હી દરબારથી દેશભરની ધૂરા સંભળાવા ગયા બાદ તેમણે કુદરતી રીતે અપંગતા કે દ્રષ્ટિ ન હોય તેવા લોકોને દિવ્યાંગ કહીને સંબોધવા અને તેમને સશક્ત કરવા પર ભાર આપ્યો હતો. ત્યારે ગામ લોકો દ્વારા એક પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો વિરોધ કરવાની ગ્રામજનોની શિક્ષણ બહિષ્કારની ચીમકીથી બનાસકાંઠાના શિક્ષણ જગતમાં ચકચાર મચી છે. નરેન્દ્ર મોદીના દિવ્યાંગોને પૂરતી તકો આપવાના મિશનને તેમના જ રાજ્યમાં પડકાર મળતો જણાય છે.
એક શિક્ષક છે એટલે બીજાનો વિરોધ
વડગામ તાલુકાના સકલાણામાં આવેલી પ્રાથમિક શાળામાં 2015થી એક પ્રજ્ઞાચક્ષુ શિક્ષક ફરજ બજાવે છે. ત્યારે સરકાર દ્વારા વધ-ઘટની બદલીઓમાં બીજા એક પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની નિમણુંક કરી છે. ત્યારે આ શિક્ષકની નિમણુંક રદ કરાવવા સક્લાણા ગ્રામજનોએ જિલ્લા શિક્ષણાધિકારીથી લઇ ઉચ્ચકક્ષાએ વારંવાર લેખિત રજૂઆત કરી છે. જવાબદાર અધિકારીઓ આ અંગે આંખ આડા કાન કરી રહ્યા છે. તો બીજી બાજુ હાલમાં સ્કૂલમાં આચાર્યની જગ્યા ખાલી પડી છે અને શાળામાં બે શિક્ષકોની ઘટ છે. ચાર શિક્ષકમાંથી બે શિક્ષકો પ્રજ્ઞાચક્ષુ છે. જેના લીધે બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. ત્યારે આખરે વાલી મંડળ અને ગ્રામજનોએ કંટાળી પોતાના બાળકોને શનિવારથી સ્કૂલે મોકલવાનું બંધ કરી શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો.
આ અંગે સકલાણા ગામની પ્રા.શાળાના એસ.એમ.સી. અધ્યક્ષ ભરતભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે ‘ગ્રામજનોએ અનેક રજૂઆતો કરી છે છતાં તંત્રનું કોઇ સાંભળતું નથી અને શાળાનું ભણતર ઠપ થઇ ગયું છે. એક જ શાળામાં એક જ પ્રજ્ઞાચક્ષુ શિક્ષક હોય છે. પણ સરકારે બીજા શિક્ષકની નિમણુંક કરી છે અને આચાર્યની જગ્યા પણ ખાલી પડી છે ત્યારે તાત્કાલિક સરકાર દ્વારા ખાલી પડેલ જગ્યામાં સામાન્ય શિક્ષકોની ભરતી કરાય તેવી અમારી માંગ છે.’
બાળકોને સ્કૂલમાં ભણવા ના મોકલી શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો.
સ્કૂલમાં એક પણ બાળક આવ્યું નહોતું
સકલાણા પ્રા.શાળા ઇન્ચાર્જ આચાર્ય હંસાબેન વી.પટેલે જજ્ઞાવ્યું કે, હું અને મારો સ્ટાફ સવારે શાળા સમયે આવી ગયા હતા. પણ શાળામાં એક પણ બાળક આવ્યું નહોતું. જેની જાણ મેં મારા સેકટર શાળાના આચાર્યને કરી છે અને આચાર્યએ તેની જાણ ઉપર પણ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments