પ્રજ્ઞા ઠાકુરે 21 પ્રહરનું મૌન રાખ્યું, કહ્યું- મારા શબ્દોથી ઠેસ પહોંચી હોય તો ક્ષમા કરશો

0
55

ભોપાલ: ભોપાલ સંસદીય સીટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુરે ચૂંટણી દરમિયાન તેમના નિવેદન વિશે માફી માગી છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, ચૂંટણી પ્રક્રિયા પછી હવે સમય છે ચિંતન અને મનનનો. આ દરમિયાન મારા શબ્દોથી સમસ્ત દેશભક્તોને ઠેસ પહોંચી હોય તો હું ક્ષમા માંગુ છું અને સાર્વજનિક જીવનની મર્યાદાથી અંતર્ગત પ્રાયશ્ચિતના હેતુથી 21 પ્રહરના મૌનની કઠોર તપસ્યા કરી રહી છું.

હકીકતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરનાર ગોડસેને સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે દેશભક્ત ગણાવ્યા હતા. કમલ હાસને જ્યારે ગોડસેને દેશનો પ્રથમ આતંકી ગણાવ્યો હતો ત્યારે વળતો પ્રહાર કરતા સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, નાથૂરામ ગોડસે દેશભક્ત હતા, દેશ ભક્ત છે અને દેશ ભક્ત રહેશે. તેમના આ નિવેદન પછી પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. પ્રેશર વધતા સાધ્વીએ માફી માંગવી પડી હતી.

મોદીએ કહ્યું હતું, ક્યારેય મનથી માફ નહીં કરું: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાની નિંદા કરતા કહ્યું હતું કે, ગાંધીજી અને ગોડસેના સંબંધમાં જે નિવેદન આપવામાં આવી રહ્યા છે તે ખૂબ ખરાબ છે. ધૃણા અને નિંદાને લાયક છે. સભ્ય સમાજમાં આવી વિચારધારા ન ચાલી શકે. આવી વાત કરનાર લોકોએ પહેલાં સો વાર વીચારવું જોઈએ. તેમણે માફી માંગી લીધી છે તે અલગ વાત છે. પરંતુ હું તેમને મનથી માફ નહીં કરી શકું. ભાજપ અધ્યક્ષ અમિત શાહે પ્રજ્ઞાના આ નિવેદન વિશે કહ્યું કે, પાર્ટીને તેમના નિવેદન સાથે કોઈ લેવા દેવા નથી.

પ્રજ્ઞા ઠાકુરે આ પહેલાં મુંબઈ હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરે વિશે પણ વિવાદિત નિવેદન કર્યું હતું. તેમના હેમંત કરકરેના નિવેદન પછી ચૂંટણી પંચે તેમના ચૂંટણી પ્રચાર અભિયાન પર 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here