Saturday, April 20, 2024
Homeપ્રણવ મુખર્જીના દિકરાને કોંગ્રેસે આપી ટીકિટ, આ સીટ પરથી લડશે ચૂંટણી
Array

પ્રણવ મુખર્જીના દિકરાને કોંગ્રેસે આપી ટીકિટ, આ સીટ પરથી લડશે ચૂંટણી

- Advertisement -

કોંગ્રેસે સોમવારે લોકસભાની ચૂંટણીના ઉમેદવારની પાંચમી યાદી જાહેર કરી છે. જેમા 56 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં આંધ્ર પ્રદેશમાં 22, પશ્વિમ બંગાળમાં 11, તેલંગણામાં આઠ, ઓડિસામાં 6, અસમમાં 5 યુરીમાં ત્રણ અને લક્ષ્યદ્વિપમા એક ઉમેદવારનો સામાવેશ થાય છે.

કોંગ્રેસે પાંચમી યાદી જાહેર કરતાની સાથે કોંગ્રેસે અત્યાર સુધીમાં 137 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીને જંગીપુરથી ટિકિટ આપી છે. જ્યારે તેલંગાણાના નિજામાબાદથી મધુ ગૌડા અને નાલગોન્ડાથી એન. ઉત્તમ કુમાર રેડ્ડીને ટિકિટ આપી છે. યુપીના ગાજિયાબાદથી જોલી શર્મા, બુંદલશહરથી બંસી લાલ પહાડિયા, મરેઠથી ડો.હરેન્દ્ર અગ્રવાલના નામની જાહેરાત કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular