પ્રતિષ્ઠિત ઓસ્કર આપતી સંસ્થા મુંબઈમાં તેની ઓફિસ ખોલશે

0
27

બોલિવૂડ ડેસ્ક: પ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડ આપતી સંસ્થા ‘એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સિસ’ (AMPAS) મુંબઈમાં પોતાની ઓફિસ શરૂ કરવા જઈ રહી છે. ભારતમાં ઓફિસ ખોલવાની જાહેરાત AMPASના પ્રેસિડેન્ટ જ્હોન બેલીએ ભારતની મુલાકાત દરમ્યાન કરી હતી.

સોમવારે જ્હોન બેલી અને તેની પત્ની કેરોલ લિટલટન આગ્રાની મુલાકાતે હતાં. અગાઉ તેઓ મુંબઈની મુલાકાતે ગયાં હતાં અને આજે મંગળવારે તેઓ દિલ્હીની મુલાકાત લેશે.

ઉત્તર પ્રદેશની મુલાકાત દરમ્યાન જ્હોન બેલી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દિનેશ શર્માને મળ્યા હતા. તેમની સાથે બેલીએ કલાક સુધી ડિસ્કશન કર્યું હતું. મીટિંગ બાદ બેલીએ કહ્યું કે, ‘ભારતીય ફિલ્મોને વિદેશમાં રિલીઝ કરવા માટે તેનું અંગ્રેજીમાં ડબિંગ થવું જોઈએ અને હોલિવૂડ ફિલ્મોનું હિન્દીમાં ડબિંગ થવું જ જોઈએ.’ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દિનેશ શર્માએ કહ્યું કે, ‘તેમણે યુપીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કઈ રીતે પ્રમોટ કરી શકાય તે અંગે ચર્ચા કરી અને હોલિવૂડ સાથે કઈ રીતે ‘નોલેજ એક્સચેન્જ’ કરી શકાય તે બાબતે પણ ચર્ચા કરી.’

મુંબઈ મુલાકાત દરમ્યાન બેલીએ કહ્યું હતું કે, ‘લંડન અને ન્યૂ યોર્કમાં અમારી ઓફિસ છે. ભારત દુનિયામાં સૌથી વધુ ફિલ્મ બનાવતો દેશ છે. ભારત દર વર્ષે 1800 મૂવી બનાવે છે જે અમે યુએસમાં બનાવીએ છીએ તેનાં ચાર ગણા કરતાં પણ વધુ છે. આ એક અદભુત વિચાર છે. મુંબઈનું સાઉથ ઇસ્ટ એશિયા સાથે મજબૂત કનેક્શન છે. તેથી તેનું ઘણું મહત્ત્વ છે.’ આ ઓફિસ ભારતીય સિનેમાને યુએસ સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here