Wednesday, December 8, 2021
Homeપ્રથમ દિવસે એસવીપી હોસ્પિટલ પાંચ કલાક જ ચાલી, માત્ર 37 દર્દીની ઓપીડી
Array

પ્રથમ દિવસે એસવીપી હોસ્પિટલ પાંચ કલાક જ ચાલી, માત્ર 37 દર્દીની ઓપીડી

અમદાવાદ: નવનિર્મિત સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ 18મીથી એટલે કે શુક્રવારથી ઓપીડી અને 300 જનરલ બેડની શરૂઆત કરી દેવાની મ્યુનિ.એ જાહેરાત કરી હતી. જોકે પ્રથમગ્રાસે મક્ષિકા જેવો ઘાટ જોવા મળ્યો હતો. શુક્રવારે સવારે 8થી 1 દરમિયાન માત્ર ઓપીડી ચાલુ રહી હતી. ત્યારબાદ હોસ્પિટલ બંધ કરી દેવાઈ હતી. શુક્રવારે દિવ્ય ભાસ્કરે હોસ્પિટલમાં મળનારી સારવાર અને સુવિધા અંગે રિયાલિટી ચેક કર્યું હતું. જો કે, બપોરે 1 વાગ્યા બાદ મુખ્ય દરવાજેથી જ સિક્યુરિટીએ કહી દીધું હતું કે, હોસ્પિટલ બંધ થઇ ગઇ છે. હવે કાલે આવજો..!

નવી એસવીપી હોસ્પિટલમાં કુલ 64 ડોક્ટર્સને નિમણૂક અપાઈ હતી. જૂની વીએસના સુપરિટેન્ડેન્ટ એસ.ટી મલ્હાનને નવી હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ અને ડો.કુલદીપ જોષીને ઇન્ચાર્જ આર.એમ.ઓ.નો ચાર્જ અપાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments