પ્રથમ ભારતીય સેનેટર કમલા હેરિસની 2020માં પ્રેસિડન્ટ ચૂંટણી લડવાની જાહેરાત

0
27

વોશિંગ્ટનઃ ભારતીય મૂળની પ્રથમ સેનેટર કમલા હેરિસ (54)એ આગામી વર્ષે યોજાનારી પ્રેસિડન્ટ ચૂંટણીમાં દાવેદારી નોંધાવી છે. કમલાએ સોમવારે ઔપચારિક રીતે પોતાનું પ્રચાર અભિયાન શરૂ કર્યુ. ડેમોક્રેટ હેરિસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરવામાં આગળ રહી છે. કમલાએ સોમવારે માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયર ડે પર ચૂંટણીમાં ભાગ લેવાની જાહેરાત કરી. આ પહેલાં અમેરિકાની પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડ પણ ડેમોક્રેટિક તરફથી પોતાની દાવેદારી રજૂ કરી ચૂકી છે.

કમલાને પ્રાઇમરી ચૂંટણીમાં જીત મેળવવાની રહેશે

જનતાની ખુશહાલી માટે કામઃ કમલા

કમલાએ માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરની 90મી જયંતિના અવસરે એક વીડિયો જાહેર કરીને પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત કરી. હેરિસે એક કાર્યક્રમમાં કહ્યું, હું પ્રેસિડન્ટ પદ માટે ચૂંટણી લડવાની છું. જેને લઇને હું ખૂબ જ ઉત્સાહિત છું. દેશમાં ન્યાય, ગરિમા અને એકરૂપતાને ધ્યાનમાં રાખીશ. જનતાની ખુશહાલી માટે કામ કરીશ. અમેરિકન મૂલ્યો માટે એકજૂથ થઇને અમારે સાથે ઉભા રહેવાનું છે, જેથી પોતાના ભવિષ્યને અત્યંત ખુશહાલ બનાવી શકાય.

ઉમેદવાર બનવા માટે પણ 54 વર્ષીય કમલાને પ્રાઇમરી ચૂંટણીમાં જીત મેળવવાની રહેશે. આ દરમિયાન તેઓની સામે ડેમોક્રેટિક પાર્ટીના ઓછામાં ઓછા 12 સાંસદોનો સાથ હોઇ શકે છે.

ટ્રમ્પ વિરૂદ્ધ જનતાની 5મી પસંદ

અમેરિકન મીડિયા ગ્રુપ પોલિટિકોના રિપોર્ટ અનુસાર, નવેમ્બર 2018માં કરાવવામાં આવેલા ડેમોક્રેટિક વોટર્સ પોલમાં કમલાને પ્રેસિડન્ટ ચૂંટણી માટે ટ્રમ્પ વિરૂદ્ધ પાંચમી પસંદગીની નોમિની ગણવામાં આવ્યા હતા. પોલમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેનનું નામ સૌથી આગળ હતું.

ફિમેલ ઓબામાના નામથી ફેમસ

ઓબામા શાસન દરમિયાન કમલા ફિમેલ ઓબામાના નામથી લોકપ્રિય હતી. તેઓને ઓબામાની નજીક ગણવામાં આવે છે. 2016માં સેનેટના ચૂંટણી અભિયાનમાં ઓબામાએ કમલાને સપોર્ટ કર્યો હતો. તેઓ 2016માં અમેરિકન સંસદના ઉચ્ચ સદન (સેનેટ) માટે ચૂંટાયેલા હતા. આ જીતની સાથે જ તેઓ સેનેટમાં પહોંચનાર ભારતીય મૂળની પ્રથમ અને એકમાત્ર મહિલા સાંસદ બની ગઇ હતી.

કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં જન્મ
 કમલા 2011થી 2017 સુધી કેલિફોર્નિયાની એટર્ની જનરલ પણ રહી ચૂકી છે. તેઓનો જન્મ કેલિફોર્નિયાના જ ઓકલેન્ડમાં થયો હતો. તેઓની માતા શ્યામલા ગોપાલન 1960માં ચેન્નઇ છોડીને અમેરિકામાં વસ્યા હતા. તેઓ કેન્સર રિસર્ચર હતા. કમલાના પિતા ડોનાલ્ડ હેરિસ મૂળ રૂપથી જમૈકાના હતા. તેઓ પણ અર્થશાસ્ત્ર ભણવા માટે અમેરિકા આવી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here